પોરબંદર, તા. 21 જૂન 2025 (રિપોર્ટર): આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુક્રમે પોરબંદર જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શનમાં આયુષ્માન આરોગ્ય મંદિર, કુછડી દ્વારા શ્રી પ્રાથમિક શાળા, કુછડી ખાતે કોમન યોગ પ્રોટોકોલ શિબિર યોજાયું.
શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને યોગ આસન, પ્રાણાયામ તથા તેના આરોગ્યપ્રદ ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે જ વિદ્યાર્થીઓને યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો કરાવાયા અને દૈનિક જીવનમાં યોગને અપનાવવાની પ્રેરણા આપવામાં આવી. આયોજકોનું કહેવું છે કે આવી શિબિરોથી બાળકોમાં યોગ માટે રુચિ વધે છે અને આરોગ્યમય જીવનશૈલી વિકસે છે.
આ પ્રસંગે આયુષ્માન આરોગ્ય મંદિરના યોગ શિક્ષકોએ યોગના વિવિધ પાસાઓ સમજાવતા જણાવ્યું કે નિયમિત યોગ અભ્યાસથી શરીર સ્ફૂર્તિમય અને મન પ્રસન્ન રહે છે. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક યોગ શિબિરમાં ભાગ લીધો હતો.