ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક અવસાનથી સમગ્ર રાજ્ય શોકમાં ગરકાવ થયું છે. ખાસ કરીને રાજકોટમાં, જ્યાંથી તેમની રાજકીય સફર શરૂ થઈ હતી, આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
શહેરની અંદર કુલ 650 જેટલી ખાનગી તથા મ્યુનિસિપલ શાળાઓ આજે બંધ રહેશે. રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ વેપારીઓને ધંધા બંધ રાખવાની અપીલ કરી છે.
રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકીય સન્માન સાથે યોજાશે. રાજ્ય સરકારના પ્રોટોકોલ અનુસાર, તેમના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજમાં લપેટી જમાઈ રહેશે અને પોલીસ દ્વારા બંદૂકની સલામી આપવામાં આવશે.
અંતિમ વિદાય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિ રહેશે. પાર્ટી કાર્યાલય ‘કમલમ’ અથવા સરકારી સ્થળે પાર્થિવ દેહ શ્રદ્ધાંજલિ માટે જાહેર જનતા માટે મૂકવામાં આવશે.
તમામ સરકારી કાર્યક્રમો મુલતવી
રાજ્ય સરકારે શોકની લાગણીઓ વચ્ચે તમામ સરકારી કાર્યક્રમોને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.
ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રિકા લખીને શ્રદ્ધાંજલિ આપી હતી અને રૂબરૂ પણ તેઓ વિજયભાઈના પરિવારજનોને મળ્યા હતા. તેમણે કહ્યું કે, “વિજયભાઈના અવસાનની ખબર ખુબ દુઃખદ છે. સરળ સ્વભાવ અને લોકશાહી માટે પ્રતિબદ્ધતા તેમની ઓળખ હતી.”