મોરબીની જૂની પોસ્ટ ઓફિસ પાસે ફરજ બજાવતા ટીઆરબી જવાન ભરતભાઈ સોલંકીને એક પાકીટ મળ્યું હતું, જેમાં મહત્વના ડોક્યુમેન્ટ પણ હતા. ભરતભાઈએ માલિકને શોધી કાઢીને પાકીટ પરત કરતું માનવતા ભરી પગલુ લીધું. પાકીટના માલિકે પણ ભરતભાઈ સોલંકીનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.