ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓનું શિક્ષણમાં ભારણ ઘટાડવા માટે શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં દર શનિવારે સ્કૂલમાં બેગલેસ ડે ઉજવવાની જાહેરાત કરી હતી અને આ પરિપત્રમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ દિવસની ઉજવણી જુલાઈ મહિનાથી જ કરવાની છે. આ દિવસ અંતર્ગત બાળકોને શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃતિઓ કરાવવા માટે શાળાઓને આદેશ કરવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે જોવા મળ્યું છે કે ગુજરાત શૈક્ષણિક વિભાગ દ્વારા કોઈપણ પરિપત્ર બહાર પાડવામાં આવે છે ત્યારે ખાનગી શાળાઓ પરિપત્રોને દરકિનાર કરી દે છે. અગાઉ પણ FRC અને RTE સમય પણ ખાનગી શાળાઓએ સરકારની સામે ઉગ્ર વિરોધ કર્યો હતો આ સમયે પણ સરકારને ઘણા પડકારો પછી આ બધા નિયમો લાગુ થયા હતા.
અમદાવાદની શાળાઓમાં બેગલેસ ડે જેવું કંઈ જોવા મળ્યું નહીં
બેગલેસ ડે અંતર્ગત અમદાવાદની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ લઈને પહોંચતા જોવા મળી રહ્યા હતા. જ્યારે સ્કૂલના અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે અમને DEO ઓફિસથી આવો કોઈ પરિપત્ર મળ્યો નથી.
સુરતમાં મોટાભાગની શાળાઓમાં બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓ બેગ વગર આવતા જોવા મળ્યા હતા. અને વિદ્યાર્થીઓને શાળામાં અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને યોગા, વ્યાયામ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓને જૂની રમતો પણ રમાડવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા નાના ભૂલકાઓ એ પણ આ બેગલેસ ડે નો ખૂબ આનંદ મળ્યો.
મીડિયા રિપોર્ટ અનુસાર વડોદરામાં પણ પ્રાથમિક શાળાઓમાં બેકલેસ ડે અંતર્ગત સરકારી શાળાઓમાં બેગલેસ ડે નો સત્તાવાર અમલ શરૂ થઈ ગયો છે. અને બાળકોને આજે ગ્રુપ એક્ટિવિટી કરાવવામાં આવી હતી તથા બાળગીત, વાર્તાઓ, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી.
આવા જ સમાચાર મેળવવા માટે અમારી Gujjutak Digital Media WhatsApp Channel ને Follow કરો.