asia cup: ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ શિયા કપમાં ભાગ ન લેવાનો મોટો નિર્ણય લીધો છે. આ સાથે જણાવવામાં આવી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા રાજકીય તણાવને કારણે BCCI એ આ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ થી દૂર રહેવાનું નક્કી કર્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને પણ જાણ કરી દીધી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ BCCI એ મેન્સ એશિયા કપ જ નહીં પરંતુ આગામી મહિને શ્રીલંકામાં યોજાનાર મહિલા ઇમર્જિંગ એશિયા કપમાંથી પણ ટીમ ઇન્ડિયા ને દૂર રાખશે.
અત્યારે ACC ના પ્રમુખ પાકિસ્તાની મંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન મોસીન નકવી છે. અને એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડવાનો હેતુ પણ આ નિર્ણય પાછળ છે.
BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર “ભારતીય ટીમ એ એવા ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે જ્યાં નેતૃત્વ પાકિસ્તાની મંત્રીના હાથમાં હોય. આ દેશની ભાવનાઓ સાથે જોડાયેલું છે.”
ટીમ ઇન્ડિયા ના બહિષ્કારથી હવે સપ્ટેમ્બરમાં યોજાનાર મેન્સ એશિયા કપ પર પણ સંકટ ઘેરાયું છે. ટીમ ઇન્ડિયા વિના ટુર્નામેન્ટ નું આકર્ષણ ઘટી જાય તેવી સંભાવના છે. ભારતીય ટીમનો મેચ ખાસ કરીને ભારત અને પાકિસ્તાન મુકાબલો સમગ્ર વિશ્વ માટે ભવ્ય ઇવેન બની ગયું છે. જે માત્ર રમત જ નહીં પણ બ્રોડકાસ્ટ અને સ્પોન્સરશિપ માટે પણ ખૂબ નફાકારક સાબિત થાય છે.
એશિયા કપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમો પણ ભાગ લે છે. પરંતુ ભારતીય ટીમ વગર ટુર્નામેન્ટ નું મહત્વ ઘડિયાળની યંત્રણા સમાન બની શકે છે.