Vidhyasahayak Bharti 2025: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા ધોરણ 1 થી 5 માટેના ગુજરાતી માધ્યમના વર્ષ 2024ના વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટે જિલ્લાની પુનઃ પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગે થોડા દિવસો પહેલા આ ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ સાથે જોડાયેલી ટેકનિકલ તકલીફો અને મેરીટમાં વિવાદ સર્જાતા ઉમેદવારોમાં અસંતોષ જોવા મળ્યો હતો. હવે, નિયત નિયમો અને જાહેરાત પ્રમાણે ફરીથી જિલ્લા પસંદગી પ્રક્રિયા 5 જૂનથી 28 જૂન 2025 સુધી હાથ ધરાશે.
કોલલેટર વિષે મહત્વપૂર્ણ સૂચનાઓ
પ્રત્યેક ઉમેદવાર માટે તારીખ, સમય અને સ્થળની વિગતો કોલલેટર દ્વારા આપવામાં આવશે. ઉમેદવારોએ પોતાની જિલ્લા પસંદગી માટેનું કોલલેટર વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન જ ડાઉનલોડ કરવાનું રહેશે. વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના કોલલેટર અલગથી મોકલવામાં નહીં આવે.
યાદ રાખો
2025ના મે મહિનાની કટ-ઓફ લિસ્ટ તથા અગાઉ જાહેર કરેલ સુચનાઓ યથાવત રહેશે. ઉમેદવારો માટે વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અને સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે.