કોર્ટએ MBBS, BDS અને અન્ય કોર્સિસ માટેની પ્રવેશ પરીક્ષાને રદ કરવાની અથવા ઉમેદવારોના કાઉન્સેલિંગને રોકવાની માંગણી નાકારી છે. કોર્ટે કહ્યું કે NEET-UGની પવિત્રતા પર અસર થઈ છે, તેથી અમારે જવાબ જોઈએ છે. બિહારમાં NEETની પરીક્ષા દરમિયાન ગેરરીતિના આક્ષેપોને કારણે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને પણ નોટિસ પાઠવી છે.
કોર્ટની રેગ્યુલર સુનાવણી ઉનાળાની વેકેશન બાદ 8 જુલાઈથી શરૂ થશે.
NEET-UG 2024ની પરીક્ષા 5 મેના રોજ લેવાઈ હતી અને 4 જૂને પરિણામ આવ્યું હતું. અરજીકર્તાઓના મતે, પ્રશ્નપત્રો લીક થયેલા હતા અને ઘણા સ્ટુડન્ટ્સે એડવાન્સમાં પ્રશ્નપત્રો મેળવીને પરીક્ષા પાસ કરી છે. 67 સ્ટુડન્ટ્સે 720માં 720 માર્ક્સ મેળવી છે. કુલ 1 લાખ સીટો માટે 23 લાખ સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી.
નવી દિલ્હીમાં NEET પરીક્ષાની પેપર સોલ્વર ગેંગ ચલાવતી બે MBBS સ્ટુડન્ટ સહિત ચાર લોકોની ધરપકડ થઈ છે.
એક અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પેપર પટણામાં લીક થયું હતું અને રાજસ્થાનમાં ઉમેદવારોને ખોટા પ્રશ્નપત્ર આપ્યા હતા. અરજદારોનું માનવું છે કે NEET-UG 2024નું પરિણામ પાછું ખેંચી ફરીથી પરીક્ષા લેવામાં આવે.