ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને દિવસેને દિવસે તડકાના કારણે ટેમ્પરેચરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે આપણી ત્વચા ને નુકસાન પહોંચે છે તેનાથી બચવા માટે સનસ્ક્રીન નો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. પરંતુ હવે તમારા મનમાં એક પ્રશ્ન હશે કે કેટલા SPF વાળું સનસ્ક્રીન વાપરવું જોઈએ? તો ચાલો આવો સમજીએ SPF શું છે અને તમારે કયું SPF વાળું સનસ્ક્રીન વાપરવું જોઈ.
SPF શું છે?
SPF એટલે સન પ્રોટેક્શન ફેક્ટર જે આપણી ચામડીને UV Rays થી બચાવવામાં મદદ કરે છે. તમે બજારમાં જ્યારે પણ સનસ્ક્રીન ખરીદવા માટે જાવ છો ત્યારે દરેક SPF પર એક નંબર લખેલો હોય છે, જે દર્શાવે છે કે તે સૂર્યના કિરણોથી ત્વચાને કેટલું રક્ષણ આપશે.
જો સનસ્ક્રીન પર SPF 30 લખેલું હોય તો તે ત્વચાને 97% સુધી UV Rays થી રક્ષણ આપે છે, અને જો SPF 50 લખેલું હોય તો તે ત્વચાને 98% UV Rays થી રક્ષણ આપે છે.
ઉનાળામાં કયું સનસ્ક્રીન વાપરવું જોઈએ?
જો તમારી ચામડી સેન્સેટિવ અથવા ખૂબ જ ક્લિયર હોય તો તમારે 50 SPF વળી સનસ્ક્રીન વાપરવી જોઈએ. જો તમારી ચામડી નોર્મલ હોય તો તમારે 30 SPF વળી સનસ્ક્રીન વાપરવી જોઈએ. જો તમે ફરવા અથવા ટ્રાવેલિંગ કરી રહ્યા હોય અને લાંબા સમય સુધી તમે તડકામાં રહેવાના હોય ત્યારે પણ તમારે 50 SPF વળી સનસ્ક્રીન લગાવવી જોઈએ. અને ખાસ વાત અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘરની અંદર અથવા ઓછા તડકા ની અંદર કામ કરતા હોય તો તમારા માટે 15 થી 30 SPF વાળી વળી સનસ્ક્રીન અસરકારક રહેશે.
શા માટે સનસ્ક્રીન જરૂરી છે?
આપણી ચામડીને સૂર્યના હારની કારક કિરણોથી ડેમેજ, ટ્નિગ ટૅનિંગ, એજિંગ, અને સ્કિન કેન્સર થવાની શક્યતા વધી જાય છે. જ્યારે SPF સનસ્ક્રીન આ હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ કરે છે અને તમારી ચામડીને હેલ્ધી રાખે છે.
તમારે તમારા ટીન ટાઈપ અને તમારી લાઈફ સ્ટાઈલ પ્રમાણે યોગ્ય SPF વળી સનસ્ક્રીન નો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દરરોજ સનસ્ક્રીન નો ઉપયોગ કરવો જોઈએ.
આલેખ ફક્ત એજ્યુકેશન હેતુથી લખવામાં આવ્યો છે. અહીં જણાવેલ ઇન્ફોર્મેશનથી તમે કોઈ પ્રોડક્ટ લગાવો છો અને જો કોઈ રિએક્શન કે આરોગ્ય જોગમાય તો તેના માટે જ જવાબદાર રહેશે નહીં, તમે કોઈપણ હેલ્થ પ્રોડક્ટ વાપરો તે પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.