આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે. આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે IAS સ્મિતા સભરવાલ, જેમને લોકો પ્રેમથી “Lady Singham” તરીકે ઓળખે છે. તેઓ હાલ પોતાની નીતિ, કાર્યશૈલી અને લોકહિતમાં લેવાયેલા નિર્ણયો માટે જાણીતાં છે. હાલમાં, સ્મિતા સભરવાલ AI Generated Image Controversyના કારણે ચર્ચામાં છે, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યાં છે.
શું છે AI Generated Image Controversy?
આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે IAS Smita Sabharwalએ 31 માર્ચ, 2025ના રોજ પોતાની Twitter એકાઉન્ટ પરથી એક તસવીર રીપોસ્ટ કરી. આ તસવીરમાં બુલડોઝર, મોર અને હિરણ સાથે જંગલ જેવી જગ્યાની ઝલક જોવા મળી હતી. આ તસવીર એઆઈ દ્વારા જનરેટ કરાઈ હતી, પરંતુ દાવો કરવામાં આવ્યો કે આ હકીકતમાં Hyderabad Universityની નજીક આવેલી કાંછા ગચ્ચીબૌલી જમીન છે.
આ દાવા પછી, Hyberabad Policeએ તેમને નોટિસ પાઠવી છે કારણ કે એવી શંકા છે કે આ તસવીર ભ્રમણા ફેલાવતી અને ખોટી માહિતી આપે છે. આ વિવાદને લઈને હાલ સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ભારે ચર્ચા ચાલી રહી છે અને save Hyderabad forest માટે પણ અવાજ ઉઠી રહ્યો છે.
શું છે કાંછા ગચ્ચીબૌલી જમીન વિવાદ?
Hyderabad University દાવો કરે છે કે કાંછા ગચ્ચીબૌલી વિસ્તારમાં આવેલી જમીન તેમની માલિકીની છે અને અહીં IT પાર્ક બનાવવાની યોજના છે. બીજી તરફ, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યાં છે કારણ કે તેમનું માનવું છે કે આ વિસ્તાર કુદરતી જંગલ છે, જ્યાં અનેક પ્રાણીઓ અને વૃક્ષો છે. જો અહીં વિકાસ થાય તો પર્યાવરણને ભારે નુકસાન થવાનું છે. હાલ આ મુદ્દો તેલંગાણા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે.
IAS સ્મિતા સભરવાલ કોણ છે?
Smita Sabharwal IASનો જન્મ 19 જૂન 1977ના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. તેમના પિતા કર્નલ પ્રણબ દાસ ભારતીય સેના સાથે સંકળાયેલા હતા, જેના કારણે તેમના જીવનમાં શિસ્ત અને દેશભક્તિ બાળપણથી જ ભરી રહી છે. સ્મિતાએ ICSE બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યું હતું અને પછી Hyderabadની St. Francis College for Womenમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
માત્ર 23 વર્ષની ઉંમરે તેમણે UPSCની પરીક્ષા પાસ કરી અને દેશભરમાં ચોથા સ્થાને આવ્યા. 2001માં મસૂરીની નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાંથી તાલીમ લીધી. તેઓ IAS તરીકે ઘણા મહત્વના પદો પર રહી ચૂકી છે અને તેઓ પ્રથમ મહિલા અધિકારી રહી છે જેને સીધું મુખ્યમંત્રીના કાર્યાલયમાં નિમણૂક મળી હતી.
સફળતાની યાત્રા
Smita Sabharwal IASએ પોતાની કાર્યશૈલીથી અનેક લોકોનું દિલ જીત્યું છે. તેઓ ઘણી વખત પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ જાતે સ્થળ પર જઈને કરે છે. તેમના અસાધારણ કામ માટે તેમને પ્રધાનમંત્રી એક્સલન્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખુબજ લોકપ્રિય છે અને હજારો લોકોએ તેમને ફોલો કર્યો છે.
Lady Singham તરીકે ઓળખાતી સ્મિતા સભરવાલે હંમેશા સાબિત કર્યું છે કે કડકતા અને સમજદારીથી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. જોકે હાલમાં તેઓ AI Generated Image Controversyના કારણે ચર્ચામાં છે, પણ તેમના કાર્ય અને પ્રતિષ્ઠાને કારણે આજે પણ લોકો તેમના પર ભરોસો રાખે છે.
Viral Video
#Pappu #hcuprotest #hcubiodiversity#RahulGandhi#KanchaGachibowliForest
न जाने कितने पशु-पक्षी तड़प-तड़प कर मर जाएंगे..
तेलंगाना: 400 एकड़ का विशाल जंगल नष्ट किया जा रहा है
ऐसा विकास नही चाहिए
Green Vs Greed#CongressFailedTelangana#CongressMuktBharat pic.twitter.com/N5YnFMT7Ye— sunita 🧡🤍💚 (@sunita747) April 8, 2025