પ્રેમી સાથે પત્નીનો વીડિયો જોઈ પતિએ આપઘાત કર્યો
હરિયાણાના રોહતકમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક પરિણીત મહિલાએ પ્રેમી સાથે મળીને અશ્લીલ વીડિયો બનાવ્યો અને પોતાના પતિને મોકલી દીધો. આ જોઈ પતિએ ખેતરમાં ગળેફાંસો ખાઈ લીધો.
આપઘાત કરતાં પહેલાં પતિએ વીડિયો બનાવી જણાવ્યું દુખ
પીડિત પતિ, મગને મોત પહેલાં 4 મિનિટનો એક વીડિયો બનાવી પોતાની પત્ની દિવ્યા અને તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યા. વીડિયોમાં મગને જણાવ્યું કે તેની પત્ની અને મહારાષ્ટ્ર પોલીસમાં કામ કરતા તેના બોયફ્રેન્ડ પૈસા માટે તેને હેરાન કરતા હતા. તેમને જમીન વેચીને પૈસા લાવવા દબાણ કરતા, જે તેણે સહન કરી શક્યો નહીં.
પત્ની પહેલાથી પરણેલી નીકળી, પતિને થયું મોટું ધક્કો
મગને તેના વીડિયો સંદેશામાં જણાવ્યું કે લગ્ન બાદ એક વર્ષ પછી તેને ખબર પડી કે તેની પત્ની પહેલેથી પરણેલી હતી અને તેના પ્રથમ પતિથી એક પુત્ર પણ હતો. આ વાત છુપાવવાથી તે ખુબ દુખી થયો હતો. તેણે વકીલની સલાહ લીધા છતાં કાયદાકીય કાર્યવાહી નહોતી કરી.
પ્રેમી માટે પત્નીએ દાગીના મૂકાવી લીધા
મગનની વાત મુજબ પત્નીનો પ્રેમી રૂપિયા માટે દબાણ કરતો હતો. તેણે તેના માટે સોનાના દાગીના મૂકાવી 5 લાખ રૂપિયા ચૂકવ્યા, છતાં પ્રેમી અને પત્ની વધુ પૈસા માટે હેરાન કરતા રહ્યા.
અંતે, ડાન્સ વીડિયો મળતાં સહનશક્તિ તૂટી ગઈ
આપઘાત કરતાં થોડા દિવસો પહેલાં મગનને એક વીડિયો મળ્યો હતો, જેમાં પત્ની પોતાના પ્રેમી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયો જોઈને મગન અત્યંત પરેશાન થઈ ગયો અને અંતે જીવનનો અંત આણ્યો.