ઘરેલું RO મશીનનું મહત્વ અને તેમાં કામ કરતો ખાસ ભાગ
આજકાલ શહેરી વિસ્તારમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પાણીનું TDS લેવલ બહુ ઊંચું હોય છે, એટલે કે પાણી ખારું હોય છે. આવું પાણી સીધું પીવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. એટલે જ ઘણા ઘરોમાં RO વોટર પ્યુરિફાયર લગાવવામાં આવે છે. પણ ઘણીવાર લોકો આના અંદરના પાર્ટ્સ વિશે સંપૂર્ણ જાણકાર હોતા નથી.
RO મશીનમાં એક ખાસ ભાગ હોય છે જેને “RO Membrane” કહેવામાં આવે છે. આ મેમ્બરેન પાણીમાં રહેલા વધારાના ખારાપણાને દૂર કરે છે. જયારે આ મેમ્બરેન પાણીમાંથી ખારાપણું, સોલ્ટ અને ઘૂંટાયેલા ઘન પદાર્થો દૂર કરે છે, ત્યારે પાણી મીઠું લાગે છે અને તે પીવા યોગ્ય બની જાય છે.
RO Membrane કેટલાં રૂપિયાનું આવે છે? જાણો કિંમતી માહિતી
RO Membraneની કિંમત તેની ક્ષમતા અને પાણીના TDS લેવલ પર આધાર રાખે છે, ટ્રુકેરહબ નામની કંપનીના દેશરાજ ગુપ્તાના જણાવ્યા અનુસાર:
- જો પાણીનું TDS 500 થી 1000 ની વચ્ચે છે તો 75GPD Membrane યોગ્ય હોય છે. કિંમત: ₹1299
- જો TDS 1000 થી 2500 સુધી છે તો 80GPD Membrane લગાવવામાં આવે છે. કિંમત: ₹1899
- 2500 થી 3500 TDS માટે High TDS 80GPD Membrane જરૂરી છે. કિંમત: ₹2750 સુધી હોય શકે છે.
બ્રાન્ડ પ્રમાણે કિંમતોમાં ફરક પડી શકે છે. ખરીદી કરતા પહેલા સ્થાનિક પાણીના TDSના પરિક્ષણ કરાવવું ખુબ જરૂરી છે.
TDS એટલે શું અને કેટલુ લેવલ યોગ્ય ગણાય છે?
TDS એટલે કે Total Dissolved Solids. સરળ ભાષામાં કહીએ તો પાણીમાં રહેલા ખનિજ પદાર્થોની માત્રા. WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) અનુસાર પીવાનું પાણી ત્યારે યોગ્ય ગણાય જ્યારે તેનું TDS લેવલ 80 થી 250 વચ્ચે હોય. જો TDS વધુ હોય તો પાણી વધુ ખારું બને છે અને તેને પીવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે.
RO Membraneને સામાન્ય રીતે દર વર્ષે એક વખત કે પછી 6000 લીટર પાણી વાપર્યા પછી બદલવી જોઈએ. જો તમારી પાસે ઉંચા TDS વાળું પાણી આવે છે તો વધુ ક્ષમતા ધરાવતી મેમ્બરેનનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.