રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી એક મોમોની રેસ્ટોરન્ટમાં ત્રણ યુવક ભોજન કરવા આવ્યા હતા. પરંતુ ભોજનના સબંધમાં સ્વચ્છતા અંગેની ખોટી ફરિયાદ કરીને મફતમાં ખાવા માટેનો એક વિચિત્ર પ્લાન બનાવ્યો.
ત્રણે મિત્રો પૈકીના બે યુવકોએ પોતાના જ માથા પરથી ધીરે ધીરે વાળ ઉખાડીને ભોજનમાં નાખી દીધા અને પછી હોટલના મેનેજર પર આરોપ મુક્યો કે ખોરાકમાં વાળ આવ્યા છે અને કર્મચારીઓથી સફાઈનું કામ યોગ્ય રીતે થયું નથી.
તેમણે બિલ ભરવાથી ઈનકાર કર્યો અને ડિએનએ ટેસ્ટ સુધીની વાત કરી. હોટલના કર્મચારીઓ પર બૂમાબૂમ અને ઘેરો આક્ષેપ કરી અનેક વખત ચીસોચીસ કર્યા.
પરંતુ રેસ્ટોરન્ટમાં લાગેલા CCTV કેમેરામાં ત્રણે મિત્રોની સમગ્ર હરકત રેકોર્ડ થઈ ગઈ. તે જોઈને સાબિત થયું કે વાળ ખોરાકમાં પોતે જ નાખ્યા હતા.
જેમની પોલ ખૂલી ગઈ અને ત્રણેય યુવકની હરકત હાસ્યાસ્પદ બની ગઈ અને અંતે તેમણે માફી પણ માંગવી પડી હતી.
આ ધટના યાદ અપાવે છે કે સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી મહત્વપૂર્ણ છે, પરંતુ ખોટા આરોપો લગાવીને મફત ભોજન મેળવવાનો પ્રયાસ નિંદનીય છે.