PM Shram Yogi Mandhan Yojana: ગરીબ પરિવારોના હિતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ તૈયાર કરતી હોય છે જેથી કરીને ગરીબ પરિવારોને લાભ આપી તેમની આર્થિક સ્થિતિ સુધારી શકાય. તો ચાલો આજે જાણીએ કેન્દ્ર સરકારની પીએમ શ્રમયોગી માન ધન યોજના વિશે.
સામાન્ય રીતે ધનિક અને મધ્યમ વર્ગ કોઈને કોઈ રીતે પોતાના ભવિષ્ય માટે થોડા પ્રમાણમાં પોતાના રૂપિયા બચત કરતા હોય છે તથા અલગ અલગ યોજનાઓમાં પોતાના રૂપિયા રોકી બચત કરતા હોય છે જ્યારે આપણા દેશમાં એવા ઘણા બધા લોકો છે જે કોઈપણ પ્રકારની બચત કરી શકતા નથી. તેના માટે સરકાર આવા લોકોને વૃદ્ધાવસ્થામાં PM Shram Yogi Mandhan Yojana અંતર્ગત દર મહિને 3000 રૂપિયાનું નિશ્ચિત પેન્શન આપે છે.
PM Shram Yogi Mandhan Yojana હે પેન્શન યોજના છે. આ યોજના હેઠળ 55 રૂપિયા રોકીને વૃદ્ધાવસ્થામાં દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આ યોજના શું છે અને કયા લોકોને લાભ મળે છે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના કેન્દ્ર સરકારની યોજના છે જે નો લાભ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ યોજનામાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા કામદારો, કચરો ઉપાડનાર વ્યક્તિ, મોચી કામ કરતો વ્યક્તિ, મધ્યાન ભોજન યોજના ના કામદારો, શેરી વિક્રેતાઓ, રીક્ષા ચાલકો, ધોબી ગાર્ડ, જેમની પાસે જમીન નથી તેવા મજૂરો, કૃષિ સાથે સંકળાયેલા મજૂરો, બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો, ચામુંડા રિલેટેડ કામ કરતા કામદારો, બીડી ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો, ઓડિયો વિઝ્યુઅલ વર્ક સાથે જોડાયેલા કામદારો તથા આના જેવા જ વ્યવસાયોમાં કામ કરતા અન્ય કામદારોનો પણ સમાવેશ થાય છે.
PM Shram Yogi Mandhan Yojana ની શરૂઆત 2019 માં કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો ને પેન્શન સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજનામાં જેટલું રોકાણ કામદારો કરે છે તેટલું જ રોકાણ સરકાર પણ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ પણ વ્યક્તિ દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરે છે તો તેની સામે સરકાર પણ 500 રૂપિયાનું રોકાણ કરે છે જેથી તમારી કુલ રકમ ₹1,000 થઈ જાય છે.
PM Shram Yogi Mandhan Yojana નો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જો કોઈપણ કામદાર આ યોજનામાં 18 વર્ષથી જ જોડાય છે તો દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવાનું છે. અને જો કોઈ પણ કામદાર 29 વર્ષમાં જોડાઈ છે તો તેને દર મહિને ₹100 નું રોકાણ કરવાનું હોય છે. આ યોજનામાં તમે જેટલું વહેલા ઇન્વેસ્ટમેન્ટ કરશો તેટલા જ દર મહિને ઓછા રૂપિયા ચૂકવવા પડે છે.
આ યોજના માં જેમને રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તેમની ઉંમર 60 વર્ષ પૂર્ણ થાય છે એટલે દર મહિને ₹3,000 નું પેન્શન મળે છે. અને ખાસ વાત એ છે કે આ પેન્શન સીધું લાભાર્થી ના ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનામાં સાવ ન જીવી રકમ બચાવીને તમે તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત બનાવી શકો છો.