કૃષિ ક્ષેત્રે ખેડૂતને નાણાકીય સહાય આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જલ્દી જ જાહેર થવાનો છે. દેશભરના લાખો ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ સાથે સાથે કેટલાક ખેડૂતો ફ્રોડ મેસેજના શિકાર થઈ રહ્યા છે અને પોતાના બેંક ખાતા ખાલી કરી બેઠા છે.
PM કિસાન હપ્તા પહેલા મેસેજના નામે ઠગાઈ!
તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે કેટલાક સાયબર ઠગ ખેડૂતોને e-KYC અપડેટ કે યોજના રજિસ્ટ્રેશનના બહાને મેસેજ મોકલે છે જેમાં લિંક આપવામાં આવતી હોય છે. ખેડૂત જો આ લિંક પર ક્લિક કરે તો તેના મોબાઈલમાં માલવેર ઘૂસી જાય છે અને ઠગો તેમને બેંક માહિતી હાંસલ કરીને ખાતું ખાલી કરી દે છે.
આ રીતે થાય છે છેતરપિંડી:
- ઠગો e-KYCના નામે લિંક મોકલે છે.
- ક્લિક કર્યા બાદ ખોટી વેબસાઈટ પર લઈ જાય છે.
- ખોટી માહિતી આપી OTP, એકાઉન્ટ નં. વગેરે માગે છે.
- વધુમાં તમારું ખાતું હેક કરી નાણાં કઢાવે છે.
ફ્રોડથી બચવા માટે શું કરવું:
- કોઈ અજાણ્યા મેસેજ કે લિંક પર ક્યારેય ક્લિક ન કરો.
- જો આવો મેસેજ આવે તો તરત PM-Kisan હેલ્પલાઇન 1800-180-1551 પર સંપર્ક કરો.
- કોઈ પણ શંકાસ્પદ માહિતી માટે તમારા વિસ્તારની કૃષિ કચેરીનો સંપર્ક કરો.
- તમારી વ્યક્તિગત માહિતી કોઈને પણ શેર ન કરો.
PM કિસાન યોજના અંતર્ગત 20માં હપ્તા બાબતે શું સાચું છે?
PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ₹6,000 ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ સીધી તેમની બેંકમાં ટ્રાન્સફર થાય છે. હાલ 20મો હપ્તો જાહેર થવાનો છે. સરકારી માહિતી માત્ર અધિકૃત પોર્ટલ અને હેલ્પલાઇન દ્વારા આપવામાં આવે છે.
ખેડૂતો માટે અગત્યની ચેતવણી છે કે તેઓ સાવચેત રહે અને સાચી માહિતીના આધારે જ કોઈ પગલું ભરે. એક નાનકડી ભૂલ પણ મોટા નુકસાને ફેરવી શકે છે.