વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે 31 મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિજવાની કરવામાં આવી હતી જેમાં રેલી, શપથ લેવામાં આવી હતી તથા તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વાંકાનેર તાલુકાના કોઠી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હોલમઢ ખાતે 31 મેના રોજ “તમાકુ નિષેધ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લાપંચાયત મોરબીના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરિફ શેરસીયા અને કોઠી PHC ની મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવારના સંયોજનમાં યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે તમાકુના સેવનથી થતા શારીરિક તથા નાણાકીય નુકસાનીને લઈને સમાજમાં જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) પી.આર. ઝાલા, FHW ગુલઝારૂનિશાબેન, MPHW વીસાલભાઈ અને અન્ય હેલ્થ સ્ટાફની સક્રિય ભાગીદારી રહી હતી.
આ અવસરે હોલમઢ ગામમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં લોકોમાં તમાકુનો ત્યાગ કરવા માટે મેસેજ આપતો નારો આપવામાં આવ્યો. સાથે જ લોકોએ તમાકુનું સેવન ન કરવાની શપથ પણ લીધી હતી. આ કાર્યક્રમે લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી હતી.