માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ, સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો વિગતો

માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ, સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો વિગતો

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામ અને આજે એટલે કે 23 જુલાઈ 2024 ના રોજ બજેટ (Budget 2024) રજૂ કર્યું. આ બજેટમાં સગીરો (માઇનર્સ) માટે એક ખાસ નેશનલ પેન્શન સ્કીમ (NPS) ની જાહેરાત કરી છે. આ સ્કીમ નું નામ NPS વાત્સલ્ય રાખવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ તમારું બાળક 18 વર્ષનું થાય એટલે તરત જ આશ કે સામાન્ય NPS માં કન્વર્ટ થઈ જાય છે. આ સ્કીમ વડે માતા-પિતા પોતાના બાળક માટે પેન્શનની યોજના બનાવી શકે છે.

NPS વાત્સલ્ય શું છે?

NPS વાત્સલ્ય સ્કીમ એ સગીરો માટેની એક ખાસ સરકારી સ્કીમ છે. આ સ્કીમ માં માતા-પિતા યોગદાન આપી શકે છે. અને જ્યારે તેમનું બાળક 18 વર્ષનું થાય પછી આ સ્કીમ રેગ્યુલર NPS મા કન્વર્ટ થઈ જાય છે.

NPS શું છે?

ઘણા લોકોની નિવૃત્તિની જરૂરિયાતોની પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પેન્શન્સ સિસ્ટમ (NPS) લાવી હતી. આ સ્કીમને રેગ્યુલેટ PFRDA Act 2013 કરે છે. PFRDA એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી જે NPS ને રેગ્યુલેટ કરે છે.

NPS ખાતું કોણ ખોલી શકે છે?

NPS એટલે કે નેશનલ પેન્શન્સ સિસ્ટમ માં જેમની ઉંમર 18 વર્ષથી લઈ 70 વર્ષની વચ્ચે હોય તે તમામ ભારતીય નાગરિક ખાતું ખોલાવી શકે છે. અહીં ખાસ વાત એ છે કે આ સ્કીમમાં NRIs અને ભારતના વિદેશી નાગરિકો પણ આ સ્કીમમાં ખાતું ખોલાવી શકે છે.

NPSમા ખાતુ કેવી રીતે ખોલાવી શકાય છે?

  • નેશનલ પેન્શન સિસ્ટમ માં ખાતું ખોલવા માટે સૌપ્રથમ eNPS વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હોમ પેજ પર Register Now ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે 4 વિકલ્પ હશે જેમાં Individual Subscribers, Government Subscribers, Corporate Subscribers અને NRI and OCI Subscribers હશે.
  • Individual Subscribers ની નીચે Register Now નામનું બટન હશે તેના પર ક્લિક કરો.
  • નવું ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં તમારે જન્મ તારીખ, પાનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દાખલ કરી Begin Registration પર ક્લિક કરો.
  • રજીસ્ટર નંબર પર OTP આવશે તે દાખલ કર્યા પછી તમારી પર્સનલ માહિતી માંગવામાં આવશે.

નોંધ: અમે તમને જણાવી દઈએ કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ તમે કોઈપણ સરકારી કે પ્રાઇવેટ બેંકમાંથી ખાતું ખોલાવી શકો છો. 

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.