NEET UG Result 2025: NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, ઉમેદવારો પોતાનું પરિણામ NTA ની સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પર જઈ ચેક કરી શકે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે બપોરે 1:00 વાગ્યે નીટ યુ જી 2025 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. નેટ ની પરીક્ષા 4 મહિના રોજ યોજાઇ હતી.
જે ઉમેદવારો એ આ પરીક્ષા આપી હતી તેઓ પોતાનું પરિણામ NTA ની સત્તાવાર વેબસાઈટ પરથી ચેક કરી શકે છે, તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ફાઈનલ આન્સર કી પણ બહાર પાડવામાં આવી છે. પરિણામ ચેક કરવા માટે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરી પોતાનું પરિણામ ચેક કરી શકાશે.
NEET UG 2025 પરિણામ કેવી રીતે ચેક કરવું?
- ઉમેદવારોએ સૌપ્રથમ neet.nta.nic.in પર જવાનું રહેશે.
- હોમ પેજ પર NEET UG 2025 Result માટેની લીંક ઉપર ક્લિક કરો.
- પ્રવેશ કાર્ડ નંબર અને જન્મ તારીખ લખો અને સબમિટ કરો.
- હવે તમારી સ્ક્રીન પર તમારું પરિણામ દેખાશે
- પરિણામને PDF સ્વરૂપે Download કરો તથા તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
How To Download NEET UG 2025 Final Answer key
- નીટની ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ NTPA ની સત્તાવાર વેબસાઈટ neet.mnta.nic.in પર જાવ.
- હોમ પેજ પર NEET UG 2025 Final Answer Key ની લીંક દેખાશે તેના પર ક્લિક કરો
- હવે આન્સર કી તમને પીડીએફ સ્વરૂપે દેખાશે.
- આ pdf ને ડાઉનલોડ કરો
NEET UG 2025 ના ટોપ 10 રેન્ક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓના નામ
રેન્ક | વિદ્યાર્થીનું નામ | પર્સન્ટાઈલ | રાજ્ય |
1 | મહેશકુમાર | 99.9999547 | રાજસ્થાન |
2 | ઉત્કર્ષ અવધીયા | 99.9999095 | મધ્યપ્રદેશ |
3 | કૃષાંગ જોશી | 99.9998189 | મહારાષ્ટ્ર |
4 | મૃણાલ કિશોર ઝા | 99.9998189 | દિલ્હી |
5 | અવિકા અગ્રવાલ | 99.9996832 | દિલ્હી |
6 | જેનિલ વિનોદભાઈ ભાયાણી | 99.9996832 | ગુજરાત |
7 | કેશવ મિત્તલ | 99.9996832 | પંજાબ |
8 | ઝા ભવ્ય ચિરાગ | 99.9996379 | અમદાવાદ, ગુજરાત |
9 | હર્ષ કેદાવત | 99.9995474 | દિલ્હી |
10 | આરવ અગ્રવાલ | 99.9995474 | મહારાષ્ટ્ર |