મિડલ ક્લાસ માટે નિર્મલા સીતારમણે આપી મોટી રાહત, હવે 12.75 લાખ સુધીની આવક Tax free

The girl slapped the boy, and you'll laugh too after seeing what happened next

દેશના પગારદાર મધ્યમ વર્ગ માટે મોટી રાહત આપતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નવા ટેક્સ રજીમ હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી (Tax free) રહેશે. સાથે જ 75,000 રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે.

નવા ટેક્સ સ્લેબ પ્રમાણે દર

આવક (રૂપિયા) ટેક્સ દર (Tax rate)
0-4 લાખ શૂન્ય
4-8 લાખ 5%
8-12 લાખ 10%
12-16 લાખ 15%
16-20 લાખ 20%
20-25 લાખ 25%
25 લાખથી વધુ 30%

મિડલ ક્લાસ માટે નિર્મલા સીતારમણે આપી મોટી રાહત, હવે 12.75 લાખ સુધીની આવક Tax free

નવો ઇન્કમ ટેક્સ કાયદો આવશે

તેની સાથે જ, નાણાં મંત્રાલય દેશમાં એક નવો આવકવેરા કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે. આગામી અઠવાડિયામાં સરકાર તેના માટે નવું બિલ સંસદમાં રજૂ કરશે.

હાલમાં, 1961નો આવકવેરા કાયદો દેશમાં લાગુ છે. 2020ના બજેટમાં સરકારે નવા ટેક્સ રજીમની શરૂઆત કરી હતી. જોકે, 2024ના બજેટમાં સરકાર સ્પષ્ટતા કરી હતી કે દેશ માટે નવા ટેક્સ કાયદા (New tax laws) ની જરૂર છે. આ માટે એક સમીક્ષા સમિતિ બનાવવામાં આવી હતી, જેની ભલામણના આધારે હવે નવું બિલ આવશે.

આ નવો કાયદો 1961ના કાયદાને બદલશે અને ટેક્સ પદ્ધતિને વધુ સરળ અને પ્રગતિશીલ બનાવશે.

ઓલ્ડ ટેક્સ રિજીમ (Old Tax Regime) માં કોઈ ફેરફાર નહીં

જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ બદલાવ કરાયો નથી. તે મુજબ 5 લાખ રૂપિયા સુધીની આવક પર કર લાગતો નથી અને 50,000 રૂપિયાનો સ્ટાન્ડર્ડ ડિડક્શન યથાવત છે.

ઓલ્ડ ટેક્સ રિજીમ (Old Tax Regime) સ્લેબ

આવક (રૂપિયા) ટેક્સ દર
0-2.5 લાખ 0%
2.5-5 લાખ 5%
5-10 લાખ 20%
10 લાખથી વધુ 30%

આ નવો ફેરફાર સામાન્ય જનતા માટે ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને મધ્યમ વર્ગ માટે આ મોટી રાહત છે.

📢 આ ખબર સતત અપડેટ થઈ રહી છે…

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.