ભુજ: કચ્છના ભુજ શહેરની હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો કિંમતી ખજાનો મળ્યો છે. હોમગાર્ડ કમાન્ડન્ટના ચેમ્બરમા રાખેલા ટેબલ પર પહેલેથી જ હાજર પટારોનું ધ્યાન આવતા, તેનો ખુલાસો થયો. આ પટારામાં રાજાશાહી સમયની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી છે.
ટેબલ તરીકે થતો ઉપયોગ
ભુજ શહેરમાં મહાદેવ ગેટ પાસે આવેલ જૂની મામલતદાર કચેરીમાં આ પટારો વર્ષોથી ટેબલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટે આ પટારાને ખોલી તેની અંદર રહેલા ખજાનાની જાણ પ્રાંત અધિકારી અનિલ જાદવને કરી.
અધિકારીઓની કાર્યવાહી
પ્રાંત અધિકારી અનિલ જાદવે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ આદેશ આપ્યા. મામલતદાર એન.એસ. મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, નાયબ મામલતદાર શિવજીપાયાન સહિતના સ્ટાફને બોલાવીને પટારાની તપાસ કરાવી.
ખજાનાની શોધ
પટારામાં રાજાશાહી સમયની ચાંદીની મૂલ્યવાન વસ્તુઓ મળી આવી. આ વસ્તુઓમાં હાથીની પ્રતિમા, હથિયારો અને અન્ય ચાંદીની આભુષણો હતા.
ભૂકંપ સમયે ચાંદીની વસ્તુઓ જમા કરાવાઈ હતી
ચર્ચા છે કે, ભૂકંપ દરમિયાન આ પટારામાં ચાંદીની વસ્તુઓ જમા કરાવવામાં આવી હતી. ત્યારબાદ કચેરીનું સ્થળાંતર થતાં આ પટારો ભુજ હોમગાર્ડ કચેરીમાં રહી ગયો હતો.
મળી આવેલી વસ્તુઓની વિગત
- બંદુક – 2 નંગ
- ઘંટ – 1 નંગ
- ઝુલાના સ્તંભ – 2 નંગ
- ઝુલાના ચાંદી પતરાવાળા પાઈપ – 4 નંગ
- ચાંદીના પતરાવાળું ઝુલો – 1 નંગ
- ચાંદીના પતરાવાળા તોરણ – 2 નંગ
- હાથીના ચાંદીના પતરાવાળા આકૃતિ – 2 નંગ
- ચાંદીના પતરાવાળું જોડીયું – 1 નંગ
- હાથીની અંબાડી – 2 નંગ
- ચાંદીના પતરાવાળું ચોકઠું – 1 નંગ
- હાથીના મોઢાવાળી આકૃતિઓ – 4 નંગ
- ચાંદીના પતરાવાળું ઢોલી – 2 નંગ
- ચાંદીના પતરાવાળું વાદક – 2 નંગ
- ચાંદીના પતરાવાળું સેવક – 2 નંગ
- ચાંદીના પતરાવાળી વ્યક્તિઓ – 2 નંગ
- મોર (મિકસ ધાતુના) – 2 નંગ
- ઢેલ, તેની પાંખ (મિકસ ધાતુના) – 3 નંગ
- નાના કળશ – 7 નંગ
- નાના સ્ટેન્ડ – 12 નંગ
- શંકુ આકારના કળશ – 4 નંગ
સંબંધિત વિભાગને સોંપાયો ખજાનો
આ પૌરાણિક ચાંદીની વસ્તુઓને સંબંધિત વિભાગને સોંપવામાં આવી છે.