મુંબઈ: શહેરમાં ફરીથી કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં BMC વિસ્તારમાં 53 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. આજે મળી રહેલા અહેવાલ અનુસાર, બે દર્દીઓના મોત પણ થયા છે, જો કે બંનેની હાલત અગાઉથી ગંભીર હતી.
મૃતકોમાંથી એક દર્દી મુખના કેન્સરથી પીડાતો હતો અને બીજાને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું. બંને દર્દીઓ મુંબઈના KEM હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.
મુંબઈ મહાનગરપાલિકા તરફથી કોરોના દર્દીઓ માટે હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. BMCના આરોગ્ય વિભાગે શહેરના તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખ્યા છે અને જરૂરી બેડ, આઇસોલેશન વોર્ડ, અને સારવાર માટે તૈયારીઓ સંપૂર્ણ કરી છે.
હૉસ્પિટલોમાં વ્યવસ્થાઓની સમીક્ષા:
સેવન હિલ્સ હોસ્પિટલમાં હાલ 20 MICU બેડ, 20 બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે અને 60 સામાન્ય બેડ ઉપલબ્ધ છે. કસ્તુરબા હોસ્પિટલમાં 2 ICU બેડ અને 10 બેડ ધરાવતો વોર્ડ સજ્જ છે. જરૂર પડે તો ક્ષમતા વધારવાનું પણ આયોજન તૈયાર છે.
કોવિડ ના લક્ષણો
- તાવ
- સૂકી કે કફ સાથેની ઉધરસ
- ગળામાં દુખાવો
- થાક લાગવો
- શરીરમાં દુખાવો
- માથું દુખવું
- નાકમાંથી પાણી પડવું (સર્દી)
- સ્વાદ અથવા ગંધનો અહેશાસ ન થવો
આ લક્ષણો સામાન્ય શરદી જેવા હોઈ શકે છે. જો તમને આવા કોઇ લક્ષણો અનુભવાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ કે ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરો.
નાગરિકો માટે BMCની અપીલ:
BMC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઘબરાવાની ની જરૂર નથી. તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને રોગના ફેલાવાને રોકવા માટે સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.