મુકેશ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના મેજોરીટી ઓનરશીપ વાળું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioHotstar (જિયો હોટસ્ટાર) એ સ્ટ્રીમિંગની દુનિયામાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે. તાજેતરમાં આઈસીસી ચેમ્પિયનશિપ 2025 (ICC Championship 2025) દરમિયાન જિયો હોટસ્ટાર પર આ ઇવેન્ટને 540 કરોડથી વધુ વખત જોવામાં આવી. આ સાથે દર્શકોએ જિયો હોટસ્ટાર પર 11 હજાર કરોડ મિનિટ સુધી મેચનો આનંદ માણ્યો. જે આજ સુધી અન્ય કોઈપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ આ માઇલસ્ટોનને સચિવ કરી શક્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન જિયો હોટસ્ટારના ઐતિહાસિક આંકડા
જિયો હોટસ્ટાર ના ડિજિટલ CEO કિરણ મણી એ લિંકડઈનમાં એક પોસ્ટ દ્વારા આ રેકોર્ડની માહિતી આપી. તેમણે જણાવ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન એક સાથે 6.12 કરોડ લોકોએ લાઈવ સ્ટ્રીમિંગ જોયું. આ અગાઉ આ રેકોર્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન Disney+ Hotstar દ્વારા 5.9 કરોડ દર્શકોનો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જિયો હોટસ્ટારનો રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ફાઇનલ મેચ જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી તેમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતએ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, આ ફાઇનલ મેચ દરમિયાન જિયો હોટસ્ટાર પર 124.2 કરોડ વખત જોવામાં આવ્યું.
જિયો હોટસ્ટારમાં કોણે કેટલી હિસ્સેદારી રાખી છે?
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ જિયો હોટસ્ટારમાં 63.16 ટકા અને ડિઝ્ની (Disney) નો 36.84 ટકા વિશ્વ છે.
જિયો હોટસ્ટાર બન્યું ભારતનું સૌથી મોટું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ
જિયોસ્ટાર હવે વાયકોમ 18 અને સ્ટાર ઇન્ડિયાની એસેટ્સનું મર્જર બની ગયું છે, જે ભારતનું સૌથી મોટું TV અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની રહ્યું છે. આ રેકોર્ડ્સ દર્શાવે છે કે જિયો હોટસ્ટાર ભારતમાં સ્ટ્રીમિંગનું ભવિષ્ય છે અને તેનો પ્રભાવ આગામી વર્ષોમાં વધુ જોવા મળશે.