સ્વાસ્થ્ય સુધારવા માટે વડીલોએ હંમેશા કહ્યું છે – વહેલા સુવો, વહેલા ઉઠો. પરંતુ સવારે ઉઠતાની સાથે જ એવું શું કરવું જોઈએ જેનાથી આખો દિવસ energy ભરેલો રહે? અહીં જાણો એ પાંચ કામો જે તમારું મન, શરીર અને દિવસ બંને સુધારી શકે.
1. ઈશ્વરનો આભાર માનવો
સકારાત્મકતાની શરૂઆત કૃતિજ્ઞતાથી થાય છે. સવારે ઉઠતાં જ 2 મિનિટ માટે ઈશ્વરને આભાર માનવાથી મનમાં શાંતિ અને આનંદ ઉભો થાય છે, જેનાથી દિવસ ભર pozitivity જળવાઈ રહે છે.
2. ગરમ પાણી પીવો
સુતા સમયે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. સવારે ઉઠતાં જ 1-2 ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, પાચન સુધરે છે અને તાજગી અનુભવો છો.
3. સવારે તડકામાં થોડો સમય વિતાવો
સવારનો તાજો તડકો સેરોટોનિન હોર્મોનની ઉત્પત્તિ કરે છે, જેનાથી મૂડ સુઘરે છે અને મગજ more alert બને છે. આ દૈનિક ટેવ શરીર માટે કુદરતી વિટામિન D નું સ્ત્રોત પણ બની શકે છે.
4. યોગ અથવા હળવી કસરત કરો
સૂર્ય નમસ્કાર કે હળવી કસરતથી શરીરમાં રક્તસંચાર વધે છે, શરીર સક્રિય બને છે અને આખો દિવસ ઊર્જાવાન રહે છે. યોગથી માનસિક આરામ પણ મળે છે.
5. સુવિચારો કે મંત્રોથી કરો દિવસની શરૂઆત
સકારાત્મક વિચારો કે ધ્યાન મંત્રોથી દિવસની શરૂઆત કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ઘણા સફળ લોકો Inspirational વાંચનથી દિવસ શરૂ કરે છે.
Disclaimer:
આ માહિતી સામાન્ય આરોગ્ય જાગૃતિ માટે છે. કોઈ પણ પ્રકારની સારવાર માટે તમારા તબીબની સલાહ લેવી જરૂરી છે. આ લેખ ઉપચારનો વિકલ્પ નથી.