જૂન માસને મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે, મોરબી જિલ્લાના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગો સામે અટકાયત માટે વિશિષ્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયા તથા મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ યોજાઈ.
ઝુંબેશ દરમિયાન એન્ટી લાર્વા કામગીરી, પેરા ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ તેમજ વહેલા નિદાન માટે લોહીના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા. ગામોની પ્રાથમિક શાળાઓમાં રેલી, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું. સાથે જ દરેક ગામમાં પોસ્ટર દ્વારા IEC (Information, Education, Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.
આ પ્રયત્નોનો મુખ્ય હેતુ મેલેરિયા સામે લોકજાગૃતિ ફેલાવવી અને રોગનું પૂર્ણ ઉન્મૂલન સુનિશ્ચિત કરવાનું છે.