અત્યારે મોટાભાગના લોકો પાસે આયુષ્માન કાર્ડ તો હોય જ છે અને આયુષ્માન કાર્ડ બનાવવા માટે સરકાર ઝુંબેશ પણ ચલાવી રહી છે તેવામાં એક પ્રશ્ન થાય કે આયુષ્માન કાર્ડ માં એક વ્યક્તિ કેટલી વખત સારવાર લઈ શકે છે, તો ચાલો આજે આપણે જાણીએ આયુષ્માન કાર્ડના નિયમો વિશે.
આયુષ્માન કાર્ડ હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા ની નક્કી કરાયેલા હોસ્પિટલમાં કેસલેસ સારવાર મેળવી શકે છે. અને ગુજરાતના સંદર્ભમાં 10 લાખ રૂપિયા સુધીના ખર્ચની સારવાર મેળવી શકે છે.
આમ તો આપણે ક્યારેય પણ એવું ના વિચારીએ કે કોઈ વ્યક્તિ બીમાર પડે પરંતુ ઘણીવાર એવા પરિવારો હોય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેમની સારવાર કરવા માટે રૂપિયા પણ હોતા નથી. કેટલાક સમજદાર લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ પણ લઈ લે છે. પરંતુ એવા કેટલાક ગરીબ પરિવારો જે ઇન્સ્યોરન્સ પણ અફોર્ડ કરી શકતા નથી. તેવા લોકો માટે સરકારની PM-JAY યોજના વરદાનરૂપ સાબિત થાય છે.
આયુષ્માન કાર્ડ અંતર્ગત વ્યક્તિ કેટલી વખત સારવાર કરાવી શકે છે?
હવે મોટાભાગના લોકો પાસે આયુષ્માન કાર્ડ તો હોય જ છે પરંતુ લોકોએ આવું સમજે છે કે કાર્ડની અંદર જે 10 લાખની લિમિટ આપવામાં આવી છે તે એક વ્યક્તિ માટે છે પરંતુ આવું નથી આ 10 લાખની મર્યાદા એ આખા પરિવાર માટેની છે. એટલે કે ધારી લો કે કોઈ એક કુટુંબની અંદર પાંચ વ્યક્તિઓ છે તો આ 10 લાખની લિમિટ માં પરિવારના પાંચેય સભ્ય માટે છે.
અને હવે પ્રશ્ન એ રહ્યો કે આયુષ્માન કાર્ડ માં કેટલી વાર સારવાર કરાવી શકે તો તેમના જવાબમાં જ્યાં સુધી તમે કાર્ડની લીમીટ જે દસ લાખ છે તેને ક્રોસ કરશો નહીં ત્યાં સુધી તમે મફતમાં કેસલેસ સારવાર લઈ શકો છો.