આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગના કેસો સતત વધતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ગતકાલે વધુ 8 નવા કેસ નોંધાતા કુલ આંકડો 113એ પહોંચ્યો છે. ગામમાં આરોગ્ય સ્થિતિ ગંભીર બની છે અને લોકો તબીબી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા વધુ માત્રામાં મળ્યો
ગામના રબારીવાસ અને નવાપુરા વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબ ટેસ્ટમાં પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું, જેના કારણે આ પાણીને બિનપીવાલાયક જાહેર કરવામાં આવ્યું છે.
હૉસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ
આ નવા 8 દર્દીઓમાંથી 4ને તબીબી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે ગામને ‘કમળાગ્રસ્ત વિસ્તાર’ જાહેર કર્યું છે અને જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 આરોગ્ય ટીમો ગામમાં કામે લાગી ગઈ છે.
ગામ ક્યારે મુશ્કેલીમાંથી બહાર આવશે?
આ રોગને કાબૂમાં લાવવા માટે સ્વચ્છતા અભિયાન, આરોગ્ય ચકાસણી અને પુરતું તબીબી સારવાર કાર્યકર રજુ કરાયું છે. ધર્મજ ગામ ક્યારે આ મુશ્કેલીમાંથી બહાર આવશે તે જોવું રહ્યું.
ખાસ નોંધ: પાણી ઉકાળી ને પીવું અને લક્ષણો જણાય તો તુરંત હૉસ્પિટલનો સંપર્ક કરવો.