- IPL 2025 ની પહેલી મેચ આજે KKR vs RCB વચ્ચે
- મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે
IPL 2025 ની 18મી સીઝનની શરૂઆત આજથી, 22 માર્ચથી થવા જઈ રહી છે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. 17 વર્ષ પછી, IPL ની ઓપનિંગ મેચમાં આ બંને ટીમો આમનેસામને આવી રહી છે. છેલ્લે 2008 ની ઓપનિંગ મેચમાં બ્રેન્ડન મેક્કુલમે 158 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
IPL 2025: Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru, 1st Match Overview
મેચની તારીખ | 22 માર્ચ 2025 |
સ્થળ/ગ્રાઉન્ડ | ઈડન ગાર્ડન્સ, કોલકાતા |
સમય | સાંજે 7:30 વાગ્યે (ભારતીય સમયાનુસાર) |
ટોસ | 7:00 વાગ્યે |
ઓપનિંગ સેરેમનીને કારણે મેચ મોડી શરૂ થઈ શકે છે
IPL 2025 ની આ પહેલી મેચ માટે કોલકાતાનું નેતૃત્વ અજિંક્ય રહાણે અને બેંગલુરુની આગેવાની રજત પાટીદાર સંભાળશે.
IPL 2025 લાઈવ ટેલીકાસ્ટ ક્યાં જોઈ શકાય?
IPL 2025 ની KKR vs RCB મેચ ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલો પર લાઈવ ટેલીકાસ્ટ જોઈ શકશે.
IPL 2025 લાઈવ સ્ટ્રીમિંગ માટે શું કરવું પડશે?
આ વખતે JioCinema પર IPL 2025 નું ફ્રી સ્ટ્રીમિંગ અવેલેબલ નથી. આ વખતે ipl ના તમામ મેચ JioHotstar પર લાઈવ સ્ટ્રીમ થશે, પરંતુ ચાહકોને સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. Jio દ્વારા 100 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 3 મહિનાનું JioHotstar સબ્સ્ક્રિપ્શન મળશે.
IPL 2025 ની પહેલી મેચમાં જ વરસાદનું જોખમ
કોલકાતામાં હાલમાં ઓરેન્જ એલર્ટ લાગુ છે, જેનાથી વરસાદની સંભાવના ઊભી થઈ છે. જો વરસાદ થતો રહેશે, તો મેચ રદ થવાની શક્યતા પણ છે. ચાહકો ઇચ્છશે કે IPL 2025 ની શરૂઆત 2008 ની જેમ રોમાંચક થાય.