Indian Overseas Bank તમામ મુદત માટે MCLR દરમાં 0.10%નો ઘટાડો કર્યો છે, જેનાથી Home loan, personal loan અને Auto Loanના EMI સસ્તા થયા છે.
Reserve Bank of India (RBI) દ્વારા Repo rateમાં ઘટાડા બાદ હવે સામાન્ય ગ્રાહકોને રાહત મળવા લાગી છે. જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ તેના MCLR (Marginal Cost of Funds Based Lending Rate) માં 0.10% એટલે કે તમામ મુદત માટે 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ New interest rate 15 જુલાઈ, 2025 થી અમલમાં આવ્યા છે.
કયા નવા દરો અમલમાં આવ્યા?
EMI માં તમને રાહત મળી શકે છે
Bankનો આ નિર્ણય ખાસ કરીને એવા Customers માટે ફાયદાકારક રહેશે જેમણે Auto loan, home loan અથવા Personal Loan લીધી છે. આ લોન MCLR દરો સાથે જોડાયેલી હોવાથી, તેમના Monthly installments (EMI) માં અમુક અંશે ઘટાડો થઈ શકે છે.
RLLR અગાઉ પણ ઘટાડવામાં આવ્યો છે
આ પહેલી વાર નથી જ્યારે બેંકે દર ઘટાડ્યા છે. અગાઉ 12 જૂને, IOB એ પણ તેનો RLLR (Repo Linked Lending Rate) 8.85% થી ઘટાડીને 8.35% કર્યો હતો.
અન્ય બેંકોએ પણ વ્યાજ દર ઘટાડ્યા
IOB પહેલા, Indian Bank સહિત ઘણી અન્ય Government banksએ પણ તેમના Interest rate ઘટાડ્યા છે. ઇન્ડિયન બેંકે 3 જુલાઈથી 1 વર્ષના MCLR દર ઘટાડીને 9.00% કર્યો છે.