india post gds 2025 3rd merit list જાહેર થઈ ગયું છે. ઉમેદવાર પોતાનું મેરીટ indiapostgdsonline.gov.in પર જઇ ચેક કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની ત્રીજી મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ પ્રથમ અને બીજી યાદીમાં સ્થાન મેળવ્યું નહતું, તેમના માટે આ યાદી મહત્વપૂર્ણ છે. ઉમેદવારોએ પોતાની પસંદગી ચકાસવા માટે indiapostgdsonline.gov.in પર જઈને રાજ્યવાર PDF ડાઉનલોડ કરવી પડશે.
ડાક વિભાગે જણાવ્યુ કે, પસંદ થયેલ તમામ ઉમેદવારોએ 3 જૂન 2025 પહેલાં દસ્તાવેજોની ચકાસણી કરાવવી ફરજિયાત રહેશે. દરેક ઉમેદવારને પોતપોતાના ડિવિઝનલ હેડ કચેરીમાં ઓરિજિનલ દસ્તાવેજો અને તેની બે સેલ્ફ-એટેસ્ટેડ નકલ સાથે હાજર રહેવું પડશે.
મેરિટ લિસ્ટમાં શું વિગત હશે?
GDS મેરિટ યાદીમાં ઉમેદવારના નામ, ડિવિઝન, પોસ્ટ ઓફિસ, પોસ્ટ નામ, રજીસ્ટ્રેશન નંબર, ટકાવારી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સંબંધિત માહિતી સમાવિષ્ટ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોના ઉમેદવારો તેમની સર્કલ મુજબ PDF યાદી જોઈ શકે છે.
મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવું?
- indiapostgdsonline.gov.in પર જઈને “Candidate Corner”માં પ્રવેશ કરો.
- “GDS Online Engagement” વિભાગમાં “Schedule-I, January 2025” પસંદ કરો.
- તમારી સર્કલ પ્રમાણેની ત્રીજી મેરિટ યાદી PDF ઓપન કરો.
- PDF લિસ્ટમાં તમારું GDS રોલ નંબર શોધો.
- પસંદગી થયેલ હોય તો દસ્તાવેજ ચકાસણી માટે તૈયાર રહો.
મહત્વપૂર્ણ સૂચનાઓ
- GDS ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ લેવામાં આવતું નથી.
- પસંદગી સામાન્ય લાયકાત અને ગુણોના આધાર પર થાય છે.
- દસ્તાવેજ ચકાસણી માટે સમયસર હાજર રહેવું ખુબ જ આવશ્યક છે.