faceless learning license: ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઇ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકારના નવા નિર્ણયથી હવે RTOના ધક્કા નહીં ખાવા પડે જાણો શું છે નવો નિર્ણય.
Driving license માટે હવે RTOઓના ધક્કા ખાવાની પડે સરકારે શરૂ કરી નવી સુવિધા હવે Learning License ઘરે બેઠા જ મેળવી શકાશે.
ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ (transport department government of gujarat) દ્વારા લર્નિંગ લાઇસન્સને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે. વિભાગ દ્વારા હવે ‘ફેસલેસ લર્નિંગ લાયસન્સ (Faceless Learning Licence)’ નામની એક નવી વ્યવસ્થાને અમલમાં મૂકી છે જેના કારણે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ ના અરજદારો ઘરે બેઠા જ સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા લર્નિંગ લાઇસન્સ મેળવી શકે છે.
ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી?
ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ફેશલેસ લર્નિંગ લાઇસન્સ ની નવી વ્યવસ્થા અમલમાં મૂક્યા પછી હવે આરટીઓ કે પોલીસ ટેકનિક તથા આઈ.ટી.આઈ જેવી સંસ્થામાં જઈને પરીક્ષા આપી લર્નિંગ લાઇસન્સ મેળવી શકાતું જે હવે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થઈ ગઈ છે હવે અરજદાર હોય સરકારના પોર્ટલ પર પોતાની અરજી કરવાની છે અને તેમાં સ્કેન કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને પછી લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઇન ટેસ્ટ ઘરે બેઠા જ આપી શકાશે.
ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ફેસલેસ લર્નિંગ લાઇસન્સ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. પરંતુ લર્નિંગ લાયસન્સ માટેની જૂની પ્રથા પણ શરૂ રહેશે.