- 21 જિલ્લામાં 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (P.H.C) ની વહીવટી મંજૂરી
- ગ્રામ્ય આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા સરકારની મહત્વપૂર્ણ કવાયત
ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને સુચારૂ બનાવવા માટે 34 નવા P.H.C. (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) મંજુર કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરી આ માહિતી આપી હતી.
નવા P.H.C. સેન્ટરની મંજૂરી પાછળનું તર્ક
- વસ્તી ધોરણો અને જીઓ-સ્પેશિયલ એનાલિસિસના આધારે કેન્દ્રો મંજુર
- આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ પ્રાથમિક આરોગ્ય સેવા મજબૂત બનાવવાનો પ્રયાસ
- દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુલભ કરવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના આરોગ્ય માળખાને મજબૂત કરવાના પ્રયાસ
ગુજરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે નવા 34 P.H.C. સેન્ટર થકી ગામડાઓમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આરોગ્ય મંત્રાલય રાજ્યની જનતાને વધુ સારી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નશીલ છે.
ગુજરાતમાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ
- 2011ની ગ્રામ્ય વસ્તી ગણતરીના ધોરણે કુલ 1499 P.H.C. કેન્દ્રો કાર્યરત
- સામાન્ય વિસ્તારમાં 30,000 અને આદિજાતિ વિસ્તારમાં 20,000ની વસ્તી માટે એક P.H.C. મંજૂર
- જીઓ-સ્પેશિયલ એનાલિસિસ પદ્ધતિના આધારે નવા કેન્દ્રો મંજૂર કરાયા
આ નવા આરોગ્ય કેન્દ્રો રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવશે અને પ્રાથમિક તબક્કાની સારવાર સુલભ કરશે.