મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગે ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે, જેમાં કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી ને મંજૂરી આપવામાં આવી છે.
અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કચ્છ જિલ્લામાં શાળાઓમાં ધોરણે 1 થી 5 ની કુલ 2500 જગ્યા ઉપર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
આ માહિતી રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા ટ્વિટર (હાલ X) પર કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં ‘સ્પેશિયલ ભરતી’ #GovtJobs #Kachchh #PrafulPansheriya pic.twitter.com/ydA7C1tvM2
— Praful Pansheriya (@prafulpbjp) April 30, 2025
કચ્છમાં 1600 જગ્યા માટે થશે શિક્ષકોની ભરતી
મળતી માહિતી મુજબ આ ભરતી ધોરણ 6 થી 8 માં કુલ 7000 જગ્યાઓ માંથી 1600 જગ્યાઓ ફક્ત કચ્છ જિલ્લા માટે કરવામાં આવશે.
કચ્છ જિલ્લામાં શિક્ષકોની સ્પેશિયલ ભરતીને મંજૂરી
કચ્છ જિલ્લામાં શિક્ષકોની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5 માં અગાઉ 5000 વિદ્યા સહાયકોની ભરતીને મંજૂરી આપવામાં આવી હતી અને હવે વધારાની 2500 જગ્યાઓ પર સીધી ભરતી ભરવા અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ જેમાં ધોરણ 6 થી 8 માં અગાઉ 7000 વિદ્યાસહાયકોની ભરતીને મંજૂરી આપી હતી તેમાં હવે સોરઠો જગ્યાઓ ની વધારાની ભરતી ને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે.
શિક્ષકોની ભરતી અંગે વધુ માહિતી મેળવવા માટે અમારી Gujjutak Digital Media WhatsApp Channel Follow કરો.