હૈદરાબાદમાં મજબૂરીએ પતિ-પત્નીને પોર્ન વીડિયો બનાવ્યા, પોલીસની કાર્યવાહી
માણસને જ્યારે મજબૂરી ઘેરે છે ત્યારે તે અનૈતિક પગલાં પણ ભરવા મજબૂર થાય છે. આવું જ એક આશ્ચર્યજનક ઘટનાક્રમ હૈદરાબાદમાં સામે આવ્યું છે. અહીં એક રિક્ષા ચલાવતા પતિ અને તેની પત્નીએ પોતાની પુત્રીઓની કોલેજ ફી ભરવા માટે પોતાના જ પોર્ન વીડિયો બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કપલે HD કેમેરાનો ઉપયોગ કરીને પોતાના ઘરે જ સેક્સ વીડિયો બનાવતાં અને ખાસ એપ પર યુવાન ગ્રાહકોને વેચતાં હતા. લાઈવ શો માટે ₹2000 અને રેકોર્ડેડ ક્લિપ્સ માટે ₹500 સુધી લેતા હતા. આ Cupલના વિડીયો ખરીદનારા લોકો સામે પણ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પતિએ કહેલું કે તે રિક્ષા ચલાવતો હોવા છતાં પરિવારનું ગુજરાન કઠિન હતું. બન્ને પુત્રીઓ હોશિયાર હોવા છતાં તેમની ફી ભરવી મુશ્કેલ હતી. એક પુત્રી બી.ટેક.ના બીજા વર્ષમાં છે જ્યારે બીજી ઈન્ટરમીડિયેટમાં 470માંથી 468 માર્ક્સ લાવી કોલેજ માટે તૈયારી કરી રહી હતી. ત્વરિત પૈસાની જરૂરને કારણે કપલે આ રસ્તો અપનાવ્યો.
પૂર્વ ઝોન ટાસ્ક ફોર્સે કપલના ઘરમાં દરોડા પાડી પોર્ન કન્ટેન્ટ બનાવવાના સાધનો અને રેકોર્ડ્સ જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું કે કપલ માસ્ક પહેરીને વીડિયો બનાવતું જેથી ઓળખ છુપાઈ રહે.
આ ઘટના સમાજમાં ચાલી રહેલી આર્થિક અસમાનતા અને મજબૂરીઓનો ચિતાર પણ રજૂ કરે છે, જ્યાં ઘરના ભવિષ્ય માટે કપલને આ માર્ગ પસંદ કરવો પડ્યો.