Aadhaar History: આધાર કાર્ડનો દુરુપયોગ થાય છે કે નહીં, એ હવે તમે ઘરે બેઠાં પણ જાણી શકો છો.
આધાર કાર્ડ આજના સમયમાં સૌથી અગત્યના દસ્તાવેજોમાંનું એક છે. નવું મોબાઈલ સિમ લેવું હોય, બેન્કિંગ કાર્યો કરવા હોય કે સરકારી યોજનાઓનો લાભ લેવા હોય દરેક જગ્યાએ તેની જરૂર પડે છે. પરંતુ આધારની માહિતી ખોટા હાથે આવી જાય તો તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.
આ રીતે ચેક કરો આધારનો ઇતિહાસ (Aadhaar History)
તમે તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો, તે માટે તમારે નીચે જણાવેલ સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- UIDAIની વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in પર જાઓ. પછી ‘Login’ વિકલ્પ પર ક્લિક કરો. તમારું આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો. ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઈલ પર આવેલા OTPથી લોગિન કરો.
- લોગિન થયા પછી ‘Services’ વિભાગમાં જઈને ‘Authentication History’ વિકલ્પ પસંદ કરો. અહીં તમે જોઈ શકશો કે તમારું આધાર કાર્ડ ક્યારે, ક્યાં અને કયારે ઉપયોગમાં લેવાયું છે.
શું કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે છે?
જો તમારા આધાર કાર્ડ હિસ્ટ્રીમાં જોવો કે કોઈ તમારા જાણ બહાર કોઈ એક્ટિવિટી થઇ તો નથી ને, જો કોઈ સસ્પેક્ટએડ એક્ટિવિટી થયેલી હોય તો તમારા આધાર કાર્ડને બાયોમેટ્રિક લોક કરી શકો છો.
તમારા આધારનો દૂરઉપયોગ થયો હોય તો ફરિયાદ કયા અને કેવીરીતે કરવી?
આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ ફરિયાદ UIDAI ના હેલ્પલાઈન નંબર 1947 પર કોલ કરી મદદ મેળવી શકો છો.