આજ રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ના તાબા હેઠળ ના આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્ય ની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકિંગ માટે (National Quality Assurance standard) ટીમ આવેલ જેમાં PHC કોઠી ના મેડિકલ ઓફિસર ડૉ.સાહિસ્તા કડીવાર અને જિલ્લા QAMO શ્રી હાર્દિક રંગપરિયા સાહેબ અને તેમની મેન્ટેરિંગ ટીમ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રતિપાલસિંહ ઝાલા, મેલ હેલ્થ વર્કર વિશાલભાઈ ગોંડલીયા અને ફિમેલ હેલ્થ વર્કર ગુલજરુનિશા ગઢવારા દ્વારા આવેલ ટીમ ની સંપૂર્ણ તૈયારી ઓ કરવામાં આવેલ. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય નવઘનભાઈ મેઘાણી તથા હોલમઢ ગામના સરપંચ શ્રી ગીગાભાઈ મૈયાભાઈ બાંભવાનો પણ સહ ફાળો રહ્યો છે. નેશનલ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં માં છેવાડા ના લોકો સુધી સરકારશ્રી ના ધારા ધોરણ મુજબ મળતી તમામ પ્રકાર ની આરોગ્ય ની સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમજ ટીમ દ્વારા સારા પ્રતિભાવો સાથે મોનીટરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું.અને જેનું સચોટ પરિણામ ટૂંક સમયમાં આવશે જે હોલમઢ ખાતે મળતી તમામ આરોગ્ય સેવાઓનું આંકલન થશે.