અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે મોટાભાગના વિસ્તારોમાં હળવા થી લઇ મધ્ય વરસાદ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 21 જૂનથી લઈને 25 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
21 જૂનની આગાહી
હવામાન વિભાગ મુજબ, આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઉપરાંત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
22 જૂનની આગાહી
22 જૂને પણ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેશે. સાથે સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહેશે.
23 જૂનની આગાહી
23 જૂને રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વધુ જોવા મળશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે.
24-25 જૂનની આગાહી
24 અને 25 જૂને ગુજરાતમાં ભારે મેઘો તૂટી પડશે. કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. લોકોને સતર્ક રહેવા અને સલામતીના પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.