ધોરણ 12 નું પરિણામ 4 મે 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને હવે આજે શૈક્ષણિક બોર્ડ દ્વારા GSEB SSC Result 2025 ની તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
SSC Result 2025 GSEB Date અને Time
આજે ધોરણ 10 નું પરિણામ ને લઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board – GSEB) દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પરિણામ આવતીકાલે સવારે 8:00 વાગે થી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org પરથી જોઈ શકાશે.
ધોરણ 10 ના પરિણામ માટે સૌ વિદ્યાર્થી મિત્રોને ગુજ્જુતક પરિવાર વતી આપનું પરિણામ સારું આવે તેવી શુભેચ્છા.
આ વખતે કુલ 8,92,882 વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી.
gseb ssc result 2025 gseb.org પરથી કેવી રીતે ચેક કરવું?
- સૌથી પહેલા બ્રાઉઝરમાં gseb.org વેબસાઈટ ઓપન કરો.
- સીટ નંબર દાખલ કરી GO બટન પર ક્લિક કરો
- તમારો પરિણામ સ્ક્રીન પર દેખાશે
- પ્રિન્ટ આઉટ કાઢી લો અને આગામી ઉપયોગ માટે ડાઉનલોડ કરી લો.
ઉપયોગી સમાચાર તમારા મિત્રોને પણ શેર કરો.