government office timings in gujarat: ગુજરાતમાં ગુલ્લીબાજ કર્મચારીઓની ખેર નહીં, ગુજરાત વહીવટી સુધારા પંચે ઓફિસનો સમય વહેલો કરવાની ભલામણ કરી છે. સાથે જ સિટીઝન ચાર્ટર હેઠળ સરકારી સેવાઓના સમય અને જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવશે. જો કર્મચારી પોતાની ફરજ સમય પર ન બચાવે તો તેમનો પગાર પણ કાપવામાં આવશે.
સરકારી ઓફિસો હવે વહેલી સવારથી શરૂ થશે
ગુજરાત વહીવટી સુધારા પંચ એટલે કે GARC દ્વારા એ ખૂબ જ મહત્વની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણના કારણે હવે શૈક્ષણિક સંસ્થાઓ સિવાય ની તમામ સરકારી કચેરીઓ સવારે 9:30 વાગ્યા થી શરૂ કરવા ની ભલામણ કરી છે. જેથી અત્યારનો ઓફિસનો સમય બદલાઈ શકે છે. જેથી કર્મચારીઓએ ફરજિયાત ડિજિટલ હાજરી પણ પૂર્વી પડશે. આ નિર્ણયથી જે કર્મચારીઓ ઓફિસ પર મોડા પહોંચે છે તેના માટે ચેતવણી રૂપ છે. જે કર્મચારીઓ મોડા આવશે તેમનો પગાર પણ આપવામાં આવી શકે છે.
સિટિઝન ચાર્ટર લાગુ થશે સાથે જવાબદારી પણ નક્કી થશે
ગુજરાત વહીવટી સુધારા પંચ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને સોંપેલા રિપોર્ટ માં એવી ભલામણ કરવામાં આવી છે કે હવે દરેક સરકારી સેવાઓ માટે સમય મર્યાદા નક્કી હોવી જોઈએ. જો કે આ વર્ષો અત્યારે પણ લાગુ જ છે પરંતુ તેમાં સમયમાં ફેરફાર કરવાની પણ ભલામણ કરી છે. અને આ સાથે સેવા કોણ આપશે અને ક્યારે આપશે એ પણ સ્પષ્ટ રહેશે. જો કોઈ કર્મચારી કોઈ નક્કી સામે મર્યાદામાં સેવા ન આપે તો તેમનો પગાર પણ કટ કરી શકશે. આ સુધારાથી સરકારી કામકાજમાં ઝડપ આવશે અને નાગરિકો પણ તેમના અધિકાર અંગે વધુ જાગૃત બનશે.
સોશિયલ મીડિયા દ્વારા કામકાજ ની માહિતી આપવી પડશે
પંચે એક વધુ ભલામણ કરી હતી કે હવે તમામ સરકાર કર્મચારીઓ અને વિભાગના સતાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની કામગીરી અને આયોજન અંગે નિયમિત પોસ્ટ કરવી પડશે જેથી લોકો સુધી સીધી માહિતી પહોંચી શકે. હવે સરકારી કર્મચારીઓને માત્ર ઓફિસનું કામ જ નહીં પરંતુ હવે જાહેર જનતાને માહિતી આપવું પણ ફરજિયાત બની શકે છે.
ક્યુઆર કોડ થી દસ્તાવેજોની ચકાસણી શક્ય
પંચ દ્વારા એવી પણ ભલામણ કરવામાં આવી છે કે હવે દરેક સરકારી પ્રમાણપત્રમાં QR Code લગાવવામાં આવશે જેને સ્કેન કરીને દસ્તાવેજ સાચો છે કે નહીં તે જાણી શકાશે. આ ટેકનોલોજીથી બોગસ પ્રમાણપત્ર અને ભ્રષ્ટાચારને રોકી શકાશે અને વેરિફિકેશન ને ઝડપી બનાવી શકાશે.