કેરીનાં ચાહકો માટે મહત્વના સમાચાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અત્યારે 10 કિલો કેસર કેરીનાં ભાવ 2500 થી 3100 રૂપિયા ચાલી રહ્યા છે, જ્યારે હાફૂસ કેરી પ્રતિ કિલો 400 થી 500 રૂપિયા ચાલી રહ્યો છે.
ઉનાળાની શરૂઆતની સાથે જ કેરીનાં રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવક શરૂ થઈ ગઈ છે, જેને કારણે કેરીપ્રીમીઓમાં ખુશી છવાઈ ગઈ છે.
આ વખતે કેરીની આવક સામાન્ય સિજન કરતાં માર્કેટમાં 15 થી 20 દિવસ પહેલી આવી છે. જેથી ખેડૂતોને તેમના સારા ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. આગામી 15 દિવસમાં કેરીની આવકમાં વધારો થવાની શક્યતા છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત કેરી વેચવા આવ્યો હતો તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તે માર્કેટમાં 6 કેરીનાં બોક્સ વેચવા માટે લાવ્યો હતો અને તેને પ્રતિ બોક્સ 3100 રૂપિયા ભાવ મળ્યો.
અત્યારે કેરીની આવક ઓછી છે એટલે કેરીનો ભાવ મળવો સ્વાભાવિક છે, પરંતુ જેમ જેમ કેરીની આવક વધશે તેમ તેમ ભાવમાં ઘટાળો થશે.