કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO તેમની સાથે જોડાયેલા કર્મચારીઓ માટે એક નવી સુવિધા લાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અને મળતા અહેવાલો મુજબ EPFO પોતાના એમ્પ્લોયર તથા સભ્યો માટે ATM Card અને UPI મારફતે PF ના રૂપિયા ઉપાડવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. આ નવી સુવિધાથી PF Claim કરવાની પ્રોસેસ ઘણી જ સરળ બની જશે.
PTIના અહેવાલ મુજબ શ્રમ મંત્રાલય એવી એક સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, જેનાથી EPFO સાથે જોડાયેલા સભ્યો તેમના પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટ મારફતે ATM અથવા યુપીઆઈ દ્વારા સીધાજ પી.એફ ના રૂપિયા ઉપાડી શકશે. અત્યારે જો પીએફ ના રૂપિયા પ્રેમ કરવા માટે સભ્યોને ઓનલાઈન તથા ઓફલાઈન ફોર્મ ભરી ક્લેમ કરવું પડે છે, જ્યારે આ નવી સિસ્ટમ લાગુ થશે ત્યાર પછી આ ફોર્મ ભરવાની ઝંઝટ થી જોબકારો મળી જશે. જોકે જૂની સિસ્ટમ પણ ચાલુ જ રહેશે.
આ નવી સિસ્ટમમાં પણ એક સાથે પીએફ ના બધા રૂપિયા ઉપાડી શકાશે નહીં. નિવૃત્તિ માટે નક્કી કરેલી રકમ એકાઉન્ટમાં સુરક્ષિત રહેશે.
કેવી રીતે કામ કરશે આ નવી સિસ્ટમ?
હાલમાં EPFO એક લાયસન્સ્ડ બેંક નથી, તેથી સીધા ATM જેવા ચેનલથી પૈસા ઉપાડવાની મંજૂરી નથી. નવી સિસ્ટમમાં EPFO બેંક એકાઉન્ટ સાથે ઈન્ટરફેસ કરશે. સોફ્ટવેર ઈન્ટિગ્રેશન અને બેકએન્ડ અપગ્રેડિંગનું કામ ચાલુ છે જેથી PF ઉપાડવાની પ્રક્રિયા સરળ બને.
ક્યારે શરૂ થશે નવી સુવિધા?
કેન્દ્રિય શ્રમમંત્રી મનસુખ માંડવિયા મુજબ PF એકાઉન્ટ્સને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અધિકૃત તારીખ હજી જાહેર નથી થઈ, પણ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નવી સુવિધા જૂલાઈથી શરૂ થવાની શક્યતા છે.
હાલમાં PF ઉપાડવાની પ્રક્રિયા:
હાલમાં સભ્યોને ઓનલાઈન અથવા ઑફલાઈન ક્લેમ કરવો પડે છે. ઓટો સેટલમેન્ટ સિસ્ટમથી પણ 1 થી 3 દિવસનો સમય લાગી શકે છે. તાજેતરમાં સરકારે ઓટો સેટલમેન્ટની મર્યાદા ₹1 લાખથી વધારી ₹5 લાખ કરી છે જેથી મોટાં રકમ ઉપાડવી સરળ બને.
EPFOમાં અન્ય મહત્વના ફેરફારો
- ઓનલાઇન ક્લેમ કરતી વખતે ચેક અથવા પાસબુકની તસવીર અપલોડ કરવાની જરૂર નથી.
- બેંક વિગતો અપડેટ કરવા માટે એમ્પ્લોયર વેરિફિકેશન દૂર કરવામાં આવ્યું છે.
- આધાર આધારિત વેરિફિકેશન દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
આ બદલાવથી EPFO સભ્યો માટે PF ઉપાડવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે.