Big Decision For Gujarat Education Department On Student Leaving Certificate: ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં શાળાઓને જણાવવામાં આવ્યું છે કે હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) અને રજીસ્ટરમાં વિદ્યાર્થીઓના નામની પાછળ અટક લખવી ફરજીયાત છે.
ગુજરાતમાં 9 જૂન 2025 થી નવા શૈક્ષણિક વર્ષ 2025-26 ની શરૂઆત થઈ ગઈ છે. આ નવા શૈક્ષણિક વર્ષમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ એ એક મહત્વનો ફેરફાર કર્યો છે. હવે રાજ્યની તમામ સરકારી તથા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ (School Leaving Certificate) અને રજીસ્ટરમાં વિદ્યાર્થીના નામની પાછળ અટક લખવી ફરજિયાત રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થી લિવિંગ સર્ટિફિકેટ લે છે ત્યારે પહેલા વિદ્યાર્થીનું નામ, પિતા-માતાનું નામ અને પછી અટક અને જન્મ તારીખ સહિતની વિગતો નોંધાય છે. અગાઉ લિવિંગ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીઓના નામ લખવામાં અલગ અલગ મેથડ ઉપયોગમાં લેવાતી હતી જેના કારણે એડમિશન અને શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક પ્રક્રિયાઓમાં અડચણ આવતી હતી.
હવે તમામ વિદ્યાર્થીઓના APAAE ID અને આધાર કાર્ડ ની વિગતો સાથે વિદ્યાર્થીઓના નામનું સમન્વય કરવાની કામગીરી ચાલી રહી છે. તેને ધ્યાને રાખી શિક્ષણ વિભાગે સૂચના આપી છે કે જુન 2025 થી લિવિંગ સર્ટિફિકેટમાં પૂર્ણ નામ સાથે અટકનો પણ સ્પષ્ટ ઉલ્લેખ ફરજિયાત રહેશે.
આ બદલાવને અનુસંધાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ,1972 ન ઉલંઘન કર્યો છે અને તમામ શાળાઓની લિવિંગ સર્ટિફિકેટમાં નામ લખવાની નિયમિતતા જાળવવા માટે આદેશિત કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓના ડેટા ના એકરૂપતા માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં શિક્ષણ સંબંધિત દરેક પ્રક્રિયાઓમાં સરળતા લાવશે.