આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ મેડિકલ ફિલ્ડના કરિયરની વાત આવે ત્યારે સૌથી પહેલો વિકલ્પ MBBSને જ જોવામાં આવે છે, પરંતુ MBBS સિવાય પણ ઘણા બધા મેડિકલ કોર્સ અવેલેબલ છે, તો ચાલો આવો જાણીએ આ કોર્સ વિશે.
એમબીબીએસ (MBBS) પછી બે સારા વિકલ્પ ની વાત કરીએ તો પહેલો કોર્સ BAMS એટલે કે Bachelor of Ayurvedic Medicine and Surgery અને બીજો કોર્સ BDS એટલે કે Bachelor of Dental Surgery છે. તો ચાલો આ બંને કોર્સને સરળ ભાષામાં સમજીએ અને આ બંને કોર્સ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ.
BAMS કોર્સ શું છે?
BAMS એવી મેડિકલ ડિગ્રી છે, જે વિદ્યાર્થીઓને આયુર્વેદિક ચિકિત્સા પરંપરાગત અને વૈજ્ઞાનિક બંને સમજ આપે છે. આ કોર્સની અંદર નીચેના વિષયો પર ભણાવવામાં આવે છે.
- એનાટોમી
- ફિજિયોલોજી
- ફાર્મેકોલોજી
- ટોક્સીકોલોજી
આ સિવાય કોષની અંદર પંચકર્મ અને હર્બલ ઉપચાર, આયુર્વેદના સિદ્ધાંતો, હર્બલિજ્મ જેવી આયુર્વેદિક વિધિઓ પણ આ કોર્સની અંદર શીખવવામાં આવે છે.
BAMS કોર્સ જ શા માટે સિલેક્ટ કરવો જોઈએ?
આ કોર્સ આધુનિક ચિકિત્સા (એલોપેથી) અને આયુર્વેદ નું મિશ્રણ છે. BAMS કર્યા પછી આયુર્વેદિક હોસ્પિટલ, વેલનેસ ક્લિનિક અથવા પ્રેક્ટિસ ના માધ્યમથી કામ કરી શકે છે અને ખાસ વાત એ છે કે આજના આ સમયમાં આયુર્વેદિક ચિકિત્સાની માંગ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વધી રહી છે.
આ પણ વાંચો: ધો. 10 ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર
BDA કોર્સ શું છે?
BDS એવા વિદ્યાર્થીઓ માટે છે જે ડેન્ટિસ્ટ બનવા માંગતા હોય, આ કોર્સ પાંચ વર્ષનો હોય છે, આ કોર્સને મેડિકલ કોર્સ તરીકે જ ગણવામાં આવે છે, આ પાંચ વર્ષના કોર્સમાં એક વર્ષ ઇન્ટરશીપ કરવાની હોય છે, આ કોર્સની અંદર નીચે જણાવેલા વિષય પર ભણાવવામાં આવે છે.
- ઓરલ પેથોલોજી
- ડેન્ટલ એનાટોમી
- રૂટ કેનાલ ટ્રીટમેન્ટ
- દાંતની સફાઈ અને ગમ ટ્રીટમેન્ટ
- દાંતની સર્જરી અને પ્રોસ્ટોડૉન્ટિક્સ
BDS કોર્સની ખાસિયતો
આ કોષની અંદર સૌથી વધુ પ્રેક્ટીકલ ને મહત્વ આપવામાં આવતું હોય છે, જેથી કરીને ક્લિનિક ની અંદર જાતે જ કામ કરવાનો અનુભવ જલ્દી જ શરૂ થઈ જાય છે. અને આ કોર્સની અંદર આધુનિક થી આધુનિક સાધનો વડે કામ કરવાનું શીખવવામાં આવે છે. BDS પૂરો કર્યા પછી જનરલ ડેન્ટિસ્ટ બની શકો છો અથવા આગળ માસ્ટર ડિગ્રી એટલે કે MDS પણ કરી શકો છો.
આવી જ માહિતી માટે અમારી Gujjutak WhatsApp Channel Follow કરો.