કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર જુલાઈ થી મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકા સુધીનો વધારો થઈ શકે છે. અંતિમ નિર્ણય AICPI-IW ના ડેટા પર આધાર રાખશે.
અત્યારે મોંઘવારી વધતું 55 ટકા છે અને જો હવે 3% નો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું 58% થઈ જશે અને જો 4% નો વધારો થાય તો મોંઘવારી ભથ્થું 58% સુધી પહોંચી જશે.
મેં 2025 માટેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષ અનુસાર દરમાં 0.5 પોઇન્ટનો વધારો થયો છે અને એ 144 ઉપર પહોંચી ગયો છે આ પહેલા માર્ચમાં 143 એપ્રિલ મહિનામાં 143.5 અને હવે મે મહિનામાં 144 પોઇન્ટ નોંધાયો છે જે સ્પષ્ટ રીતે વર્તમાન ટ્રેન બતાવી રહ્યો છે.
જોકે અંતિમ નિર્ણય જુન 2025 ના CPI-IW ડેટા પર આધારિત રહેશે જે જુલાઈ મહિનાના અંતમાં અથવા તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જાહેર થઈ શકે છે. આ નવા ડેટા ના આધારે કેન્દ્રીય મંત્રીમંડળ DA વધારવાનો નોર્ણય લેશે. સામાન્ય રીતે, આ પ્રકારનો વધારો સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરમાં જાહેર થાય છે અને તેને જુલાઈથી લાગુ ગણવામાં આવે છે.