Ambalal Patel Forecast: ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર હવામાનના મોરચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આવતા દિવસોમાં ભયાનક વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે.
તેમની આગાહી અનુસાર, અરબ સાગરમાં ખતરનાક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જે 22 મેથી વધુ શક્તિશાળી બનશે અને 24 થી 30 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રભાવ કરશે.
આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાકની રહેશે, જે ભારે નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ-ગાંધીનગરના હવામાનમાં પણ પલટો આવી શકે છે.
અંબાલાલ પટેલે 2021 બાદ ફરી એકવાર ગુજરાત માટે વાવાઝોડાની ગંભીર ચેતવણી આપી છે, જેને સરકાર અને લોકોએ ગંભીરતાથી લેવી જરૂરી છે. ખેડૂતો, માછીમારો તથા દરિયાકાંઠે રહેતા લોકોને વિશેષ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યના નાગરિકો માટે આવનારા દિવસોમાં હવામાન પર સતત નજર રાખવી અને વાવાઝોડા અંગે સરકારની સૂચનાઓનું પાલન કરવું અત્યંત આવશ્યક બન્યું છે.