તાજેતરમાં મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓમાં પણ હવે કરાર આધારિત શાળા સહાયકોની ભરતી કરવાની છે. આ ભરતી 11 મહિનાના કરાર આધારિત થવાની છે. સરકાર સારા સહાયકોને દર મહિને 21 હજાર રૂપિયા પગાર ચૂકવશે. ઉમેદવારોએ અરજી કરવા માટે ગ્રેજ્યુએશન સાથે B.Ed ની શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ ભરતી કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવશે.
આચાર્યની ભરતી રિલેટેડ અપડેટ
- કુલ જગ્યાઓ: 900
- જાહેરાતની તારીખ: 01/08/2024
- અરજી સંખ્યા: 1209
- મેરીટ લિસ્ટ જાહેર: 04/12/2024
- ઇન્ટરવ્યુ પ્રક્રિયા: 03/01/2025 થી 21/02/2025
- નિમણૂક પત્ર આપવાની તારીખ: 17/02/2025 થી 26/02/2025
જૂના શિક્ષકની ભરતી રિલેટેડ અપડેટ
- કુલ જગ્યાઓ: 4000 (માધ્યમિક માટે 2000, ઉચ્ચતર માધ્યમિક માટે 2000)
- જાહેરાતની તારીખ: 01/09/2024
- અરજી સંખ્યા: 4532
- મેરીટ લિસ્ટ જાહેર: 12/02/2025
- શાળા પસંદગી પ્રક્રિયા: 12/02/2025 થી 19/02/2025
- ટૂંક સમયમાં નિમણૂક હુકમ જાહેર કરાશે.
શિક્ષણ સહાયકની ભરતી (ઉચ્ચતર માધ્યમિક)
- કુલ જગ્યાઓ: 4092
- જાહેરાતની તારીખ: 25/09/2024
- અરજી સંખ્યા: 12,557 (સરકારી) + 13,292 (અનુદાનિત)
- મેરીટ લિસ્ટ જાહેર: 07/12/2024
- ડૉક્યુમેન્ટ વેરીફિકેશન:
- સરકારી: 10/03/2025 સુધી
- અનુદાનિત: 25/03/2025 સુધી
- ભરતી પ્રક્રિયા એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ થશે.
શિક્ષણ સહાયકની ભરતી (માધ્યમિક)
- કુલ જગ્યાઓ: 3517
- જાહેરાતની તારીખ: 10/10/2024
- અરજી સંખ્યા: 23,486 (સરકારી) + 24,251 (અનુદાનિત)
- મેરીટ લિસ્ટ જાહેર: 07/12/2024
- ડૉક્યુમેન્ટ વેરીફિકેશન:
- સરકારી: 15/03/2025 સુધી
- અનુદાનિત: 30/03/2025 સુધી
- ભરતી પ્રક્રિયા એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ થશે.
આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોને સત્તાવાર જાહેરાત અને પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી માટે શિક્ષણ વિભાગની વેબસાઈટ ચેક કરવાની સલાહ આપવામાં આવે છે.