ચાલુ ક્લાસમાં જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, CCTV વિડીયો સામે આવ્યો

ચાલુ ક્લાસમાં જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, CCTV વિડીયો સામે આવ્યો

વડોદરાની શ્રી નારાયણ વિદ્યાલયમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના બની હતી. શાળાના વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી થતાં 6 વિદ્યાર્થી નીચે પટકાયા, અને 2 વિદ્યાર્થીઓને ઈજા થઈ. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, અને આ વિડીયો હાલ જાહેર થયો છે.

ઘટના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર સ્થિત નારાયણ સ્કૂલની છે. ત્યાંના લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા, વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

CCTV વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે વિદ્યાર્થીઓ નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. શાળા ચાલુ હતી ત્યારે જ દિવાલ ધરાશાયી થઈ હતી, પરંતુ રીસેસ ટાઈમમાં બનવાના કારણે મોટા અકસ્માત ટળ્યો છે.

દુર્ઘટના બાદ, પોલીસ અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથધરી હતી.

આ ઘટનાએ વાલીઓમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે અને શાળાની સુરક્ષા વિશે સવાલ ઉઠાવ્યા છે.

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.