ભારતના સ્માર્ટ ફોન બજારની વાત કરીએ તો વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલેકે પ્રથમ ત્રણ મહિનામાં વેચાણ સામાન્ય રહ્યું છે. વેચાણમાં 5.5%નો ઘટાટો નોંધાયો છે. જ્યારે એપલનો દબદબો હજી પણ યથાવત છે. પરંતુ ચાઇનીઝ કંપનીના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો.
ભારતનું સ્માર્ટફોન માર્કેટ હવે પહેલાં જેટલી ઝડપથી નથી વધી રહ્યું. 2025ના પ્રથમ ત્રણ મહિનામાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન 3 કરોડ 20 લાખ સ્માર્ટફોન યુનિટ્સનું શિપમેન્ટ થયું, જે અગાઉના સમયગાળા કરતાં ઓછું છે. આ ઘટાડામાં ચાઈનીઝ માર્કેટ પણ પાછળ રહ્યું છે. બજારમાં આવેલી આ મંદી વચ્ચે Appleએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીના વેચાણમાં 23 ટકાનો વધારો થયો છે, જે સૌથી વધુ છે.
IDCના નવા રિપોર્ટ અનુસાર, Apple હવે ભારતના ટોપ 5 સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં સામેલ થઈ ગયું છે. આ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો હવે પ્રીમિયમ સ્માર્ટફોન્સ તરફ વધુ ઝુકાવ દર્શાવી રહ્યા છે.
Xiaomi અને Pocoને મોટો ફટકો
ઘણા વર્ષો સુધી ભારતમાં ટોચ પર રહેલો ચાઈનીઝ બ્રાન્ડ Xiaomi હવે ટોચના 5માંથી બહાર થઈ ગયો છે. તેના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. Xiaomiનો સબ-બ્રાન્ડ Poco પણ સારું પ્રદર્શન કરી શક્યો નથી અને તેની વૃદ્ધિ પણ ખાસ રહી નથી.
Realmeએ કરી એન્ટ્રી
જ્યાં Xiaomi પાછળ રહ્યું છે, ત્યાં Realmeએ તકનો લાભ લઈને ટોપ 5માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ઓછી કિંમત અને સારા ફીચર્સને કારણે Realme મિડ-રેન્જ ગ્રાહકોની પસંદ બની ગયું છે.
બજારમાં મંદીનાં કારણો
- હવે લોકો લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.
- નવી ટેક્નોલોજીમાં બહુ મોટો બદલાવ જોવા મળી રહ્યો નથી.
- મોંઘવારી અને બજેટના કારણે લોકો નવા ફોન ખરીદવાનું ટાળી રહ્યા છે.
ટોપની 10માં સામેલ છે આ કંપનીઓ
ટોપ 10 સ્માર્ટફોન કંપનીઓમાં Xiaomi છઠ્ઠા નંબરે આવી ગયું છે. Xiaomi પછી Motorola અને Pocoનો સમાવેશ થાય છે. આ ઉપરાંત OnePlus બ્રાન્ડ નવમા નંબરે છે. જો કે, Realme ફોન છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૂબ જ લોકપ્રિય બની છે. Realme 14 સિરીઝ, Narzo 80 સિરીઝ અને P3 સિરીઝે કંપનીને સારા ગ્રાહકો અપાવ્યા છે.