કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો

DA Hike Announcement 2025

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારી ભથ્થામાં વધારો થયો છે. શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં 2% વધારો મંજૂર કર્યો છે. હવે DA અને DR 53% માંથી વધીને 55% થશે. આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે.

છેલ્લો ક્યારે થયો હતો વધારો?

છેલ્લે જુલાઈ 2024માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે 50% DA વધારીને 53% કરવામાં આવ્યો હતો. હવે, 2% વધારાથી કર્મચારીઓના પગારમાં પણ ઉછાળો આવશે.

પગાર કેટલો વધશે?

  • ₹50,000 પગાર – 55% મુજબ ₹27,500 મોંઘવારી ભથ્થું મળશે, જે ₹1,000 વધુ હશે.
  • ₹70,000 પગાર – 55% મુજબ ₹38,500 મોંઘવારી ભથ્થું મળશે, જે ₹1,400 વધુ હશે.
  • ₹1,00,000 પગાર – 55% મુજબ ₹55,000 મોંઘવારી ભથ્થું મળશે, જે ₹2,000 વધુ હશે.

78 મહિનામાં સૌથી ઓછો વધારો

ગત કેટલાંક વર્ષોમાં મોંઘવારી ભથ્થામાં સામાન્ય રીતે 3% થી 4% નો વધારો થતો હતો. જો કે, 78 મહિનામાં (સૌથી પહેલા 2018માં) પહેલીવાર માત્ર 2% નો વધારો જોવા મળ્યો છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે આ પગલાંએ રાહત આપી છે, તેમ છતાં ઘણા કર્મચારીઓ વધુ વધારો કરવાની માંગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી મહિનાઓમાં સરકાર મોંઘવારી ભથ્થા અંગે વધુ કોઈ નિર્ણય લે છે કે નહીં.

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.