ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તજજ્ઞ તબીબોના પગારમાં 35,000 નો વધારો

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તજજ્ઞ તબીબોના પગારમાં 35,000 નો વધારો

ગુજરાત રાજ્યમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગારમાં વધારો કરાયો છે. આ નિર્ણયના ભાગરૂપે, તજજ્ઞ તબીબોને ખાનગી પ્રેક્ટિસ કરવાની પરવાનગી ન હોવા છતાં તેમના માસિક વેતનમાં રૂ. 95,000 થી વધારીને હવે રૂ. 1,30,000 કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે તબીબોના પગારમાં…

ગુજરાતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, નાગરિકોને SMS દ્વારા ચેતવણી

ગુજરાતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, નાગરિકોને SMS દ્વારા ચેતવણી

ગુજરાત પર ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું સંકટ ઊભું થયું છે. રવિવારે રાતથી રાજ્યના દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 28 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી રાજ્યના 33માંથી 28 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.…

FAIMએ 17 ઓગસ્ટે કોલકાતા રેપ-મર્ડર કેસને કારણે OPD અને OT સેવાઓ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો

FAIMએ 17 ઓગસ્ટે કોલકાતા રેપ-મર્ડર કેસને કારણે OPD અને OT સેવાઓ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો

કોલકાતા રેપ-મર્ડર કેસને કારણે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન્સ (FAIM) દ્વારા 17 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) અને ઓપરેશન થિયેટર (OT) સેવાઓને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું તબીબો દ્વારા કોલકાતામાં બનેલી ઘટનાને કારણે દેખાડવામાં આવેલા આક્રોશ અને વિરોધના ભાગ રૂપે લેવામાં આવ્યું છે. FAIMએ જણાવ્યું કે આવશ્યક સેવા અને…

સંતરામપુર: આદિવાસી દિવસના કાર્યક્રમમાં પત્રકારનું પોલીસ દ્વારા અપમાન, સોશિયલ મીડિયા પર ભારે વિખાવ

સંતરામપુર: આદિવાસી દિવસના કાર્યક્રમમાં પત્રકારનું પોલીસ દ્વારા અપમાન, સોશિયલ મીડિયા પર ભારે વિખાવ

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં યોજાયેલા તાલુકા લેવલના આદિવાસી દિવસ કાર્યક્રમમાં એક પત્રકારનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે. કાળા કપડાં પહેરીને પત્રકારિતા કરવી ગુનો છે કે કેમ, એ પ્રશ્ન પત્રકારો વચ્ચે ચર્ચા કરી રહી છે. સ્વચ્છ છબી ધરાવતા અને સત્યતા પર આધારિત સમાચાર લખતા પત્રકાર સલમાન મોરાવાલા…

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ, એક સાથે 10 IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ, એક સાથે 10 IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં ટ્રાન્સફર અને પ્રમોશનની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ અને પંચાયત વિભાગમાં ઘણા અધિકારીઓની બદલી થઈ ચૂકી છે. હવે ગુજરાતના 10 IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર જાહેર થયા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 IAS અધિકારીઓની બદલી સરકાર દ્વારા IAS…

CDHO Morbi Transfer: મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવેની બદલી

CDHO Morbi Transfer: મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવેની બદલી

મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. કવિતા જે. દવેની બદલી કરવામાં આવી છે. ડૉ. કવિતા જે. દવે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત આરોગ્ય સેવાઓના મદદનીશ વર્ગ – ૧માં ફરજ બજાવતા હતા, તેઓની બદલી કરીને તેમને વડોદરામાં એસોસીએટ પ્રોફેસર કોમ્યુનિટી હેલ્થ તરીકે તાત્કાલિક અસરથી નિમણૂક આપવામાં આવી છે.…

ગુજરાતમાં દારૂની મંજૂરી: ગિફ્ટ સિટી પછી અન્ય કયાં શહેરમાં મળશે દારૂની છૂટછાટ?

ગુજરાતમાં દારૂની મંજૂરી: ગિફ્ટ સિટી પછી અન્ય કયાં શહેરમાં મળશે દારૂની છૂટછાટ?

ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. હવે રાજ્યના કેટલાક મહત્વના પ્રવાસન સ્થળો, જ્યાં વિદેશી અને અન્ય રાજ્યોના લોકો આવતા હોય છે, ત્યાં પણ દારૂ પીવાની મંજૂરી અપાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગિફ્ટ સિટીની પાછળ કયું શહેર? મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાટનગર ગાંધીનગર પછી હવે સુરત…

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને મળશે વધુ વેગ, 3 નવા સફારી પાર્કને મળી મંજૂરી

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને મળશે વધુ વેગ, 3 નવા સફારી પાર્કને મળી મંજૂરી

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ 3 નવા સફારી પાર્કને મંજૂરી આપી છે. કચ્છના કોટેશ્વર, ઉના નજીકના નલીયા માંડવી, અને કેવડીયા ખાતે નવા સફારી પાર્કની સ્થાપના માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ મંજૂરી આપી છે. કચ્છ અને નર્મદા-અંબાજી સહીતના આ વિસ્તારોમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં…

18 IAS અધિકારીઓની બદલીના પડદા પાછળની કહાની: જાણો, ગાંધીનગરના રાજકારણમાં શું બદલાઈ રહ્યું છે?

18 IAS અધિકારીઓની બદલીના પડદા પાછળની કહાની: જાણો, ગાંધીનગરના રાજકારણમાં શું બદલાઈ રહ્યું છે?

બુધવારે મોડી સાંજે ગાંધીનગરમાંથી મોટી ખબર આવી કે 18 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી થઈ ગઈ. આ બદલીઓમાં મોટા ભાગના સિનિયર અધિકારીઓ છે. કેટલાકને સારી જગ્યા મળી છે તો કેટલાકને નબળી જગ્યા પર મૂકવામાં આવ્યા છે. આ બધામાં પાંચ અધિકારીઓની નિમણૂંક પર ખાસ ધ્યાન ગયું છે. એ સમયના પૂર્વ સીએમ વિજય રૂપાણીના ખાસ અધિકારીઓનું ફરી કમબેક…

સીલીકોસીસ પીડીત સંધ: મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમી ફેફસાના ડોકટરની માંગ

સીલીકોસીસ પીડીત સંધ: મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમી ફેફસાના ડોકટરની માંગ

મોરબીના સીલીકોસીસ પીડીત સંઘે, 1 ઓગસ્ટ 2024ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. દૂધરેજીયાને મળીને તેમની સમસ્યાઓ અંગે આવેદન આપ્યું. પીડીતોએ હોસ્પિટલમાં કાયમી ફેફસાના નિષ્ણાતની નિમણૂક કરવાની માંગ કરી છે. સીલીકોસીસ પીડીતોની હાલત મોરબી જિલ્લામાં 55થી વધુ સીલીકોસીસ પીડીતો છે, જેઓ આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી તેમના માટે મુંઝવણભર્યું છે અને…