
નાણાં વિભાગે આપી ખુશખબર: 163 કર્મચારીઓને વર્ગ 3 થી વર્ગ 2માં બઢતી, જુઓ સંપૂર્ણ વિગતો
રાજ્યના નાણાં વહીવટી વિભાગે હિસાબી સંવર્ગના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. વિભાગે કુલ 163 હિસાબનીશ વર્ગ-3ના કર્મચારીઓને હંગામી ધોરણે વર્ગ-2માં બઢતી આપી છે. આ બઢતી ગુજરાત હિસાબી સેવાના હિસાબી અધિકારી વર્ગ-2ની જગ્યાઓ પર અમલમાં આવી છે. બઢતી પામનારા કર્મચારીઓમાં નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના હિસાબી સંવર્ગના હિસાબનીશ અને પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશનો સમાવેશ થાય…