
જન્માષ્ટમીના પાવન પર્વ પર શ્રી કૃષ્ણના જન્મની કથા જાણીએ
હજારો વર્ષ પહેલાંની આ વાત છે. ઉત્તર ભારતના મથુરા નામના શહેર પર ઉગ્રસેન નામના રાજાનું રાજ હતું. એ રાજાનો દીકરો કંસ બહુ ખરાબ માણસ હતો. આ ક્રૂર કંસે પોતાના જ પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા અને પોતે ગાદી પર બેસી ગયો. પછી એક વાર કંસને આકાશવાણી સંભળાઈ કે તારાં બહેન-બનેવી એટલે કે દેવકી-વસુદેવનું આઠમું સંતાન…